કોમન કેસ્ટ્રલ એ મોટાભાગે એક જગ્યાએ સતત ઉડીને શિકાર કરવામાં માહેર છે. કોમન કેસ્ટ્રલ જમીન થી (10 થી 20 મીટર) જેટલી ઉંચાઈએ ઉડીને શિકાર કરે છે.
કોમન કેસ્ટ્રલની એક ખાસિયત એ છે કે, તે અલ્ટ્રાવાયોલેટની નજીકના ચોક્કસ પ્રકાશને જોવા સક્ષમ હોય છે. આ ખાસિયતને કારણે તે ઉંદર કુળના પ્રાણીઓના દર આસપાસ બનેલ તેમની “યુરીન ટ્રેઈલ” જે તડકામાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની જેમ ચમકે તેને ઓળખીને તેનો શિકાર કરે છે. કોમન કેસ્ટ્રલ સામાન્ય રીતે ઉંદર, ગરોળી, નાના પક્ષીઓ અને મોટા કિટકોનો શિકાર કરે છે. કોમન કેસ્ટ્રલ શિયાળાની ઋતુમાં ગુજરાતના, બ્લેકબક નેશનલ પાર્ક, કચ્છના નાના અને મોટા રણ વિસ્તારમાં જોવા મળે છે.