ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવત લીધી છે. ગત રાત્રિના નલિયામાં 10.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસામાં નલિયાનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. ત્યારે બીજી બાજુ નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ગત રાત્રિના અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે, અમદાવાદમાં આગામી એક સપ્તાહનું તાપમાન 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ગત રાત્રિના રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં દાહોદ, ડીસા, ગાંધીનગર અને રાજકોટનો પણ સમાવેશ થાય છે.
આપને જણાવી દઈએ કે નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દાહોદમાં 12.3, ડિસામાં 12.4, અમદાવાદમાં 13.2, ગાંધીનગરામાં 14.0, રાજકોટમાં 15.0, વડોદરામાં 15.2, પોરબંદરમાં 15.4, સુરતમાં 15.8, ભુજમાં 16.2, જામનગરમાં 16.9, ભાવનગરમાં 17.0 અને કંડલામાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.