“મોરબાજ” એ “ક્રેસ્ટેડ હોક ઈગલ” કે “ચેન્જેબલ હોક ઈગલ” તરીકે પણ ઓળખાય છે. ભારતના લગભગ મોટાભાગ જંગલોમાં ઉંચા ઝાડીની ટોચ પર ચોક્કસ પ્રકારનો પક્ષીનો અવાજ સંભળાય અને દુર થી આ મોરબાજ દેખાય. એ આવી ઉંચી ડાળી પર જ માળો બનાવે અને મોટાભાગે 1 કે કયારેક 2 ઈંડા મુકે. નર-માદા બંને જોડે જ બચ્ચાનો ઉછેર કરે. મોરબાજ ખોરાકમાં નાના પક્ષીઓ, સરીસૃપ તથા કયારેક નાના સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે.