બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા 2-1ની લીડથી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે મેલબોર્ન ટેસ્ટમાં 184 રને જીત મેળવીને પાંચ મેચની સીરિઝમાં લીડ મેળવી લીધી છે. આ સીરિઝની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે. પરંતુ સિડની ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટી ઉથલપાથલ જોવા મળે શકે છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફારો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે મેલબોર્નમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફેરફારોને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કોચે ખુલાસો કર્યો કે સામાન્ય રીતે વિજેતા ટીમમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમમાં મજબૂરીમાં ફેરફાર કરી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા સામે સામે રમાય રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી અને પાંચમી મેચ 3 જાન્યુઆરીમાં રમાશે. જેને લઈને ટીમો સિડની મંગળવારે પહોંચી ચૂકી છે. ઓસ્ટ્રેલિયન હેડ કોચ મેકડોનાલ્ડનું માનવું છે કે મિશેલ માર્શ ભારત સામે એટલા રન નથી બનાવી શક્યા જેટલા સિલેક્ટર્સ ઇચ્છતા હતા અને તેમનું માનવું છે કે જો મિચેલ સ્ટાર્ક ઈજાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ જશે તો તેના સ્થાને સીન એબોટ અથવા ઝી રિચર્ડસન તેનું સ્થાન લઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીત્યા બાદ તેણે ગાબા ટેસ્ટમાં પણ પોતાની મજબૂત સ્થિતિ બનાવી, પરંતુ વરસાદથી પ્રભાવિત સીરિઝની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. ત્યારબાદ મેલબોર્નમાં મોટી જીત હાંસલ કરી. આવી સ્થિતિમાં વિજેતા ટીમ પોતાની પ્લેઇંગ ઇલેવન સાથે ચેડાં ન કરે પરંતુ ઓસ્ટ્રેલિયાએ સિલેક્શન સાથે સબંધિત અનેક સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો એ છે કે માર્શને છઠ્ઠા નંબર પર રાખવો જોઈએ કે નહીં, કારણ કે તેણે આ સીરિઝમાં 6, 47, 9, 5, 2, 4, 0 રન બનાવ્યા છે. ઓલરાઉન્ડર બ્યુ વેબસ્ટર ઓસ્ટ્રેલિયન ટીમમાં છે અને શેફિલ્ડ શીલ્ડમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેને ડેબ્યુ કેપ આપવામાં આવી શકે છે. તે શેફિલ્ડ શીલ્ડના ઇતિહાસમાં ગેરી સોબર્સ ઉપરાંત તે એકમાત્ર ખેલાડી છે જેણે એક સિઝનમાં 900થી વધુ રન બનાવ્યા અને 30 વિકેટ લીધી છે. હેડ કોચે માર્શ વિશે કહ્યું કે, તે સારા મૂડમાં છે. શું તમે વધુ સારું પ્રદર્શન કરવા માગશો? તેમાં કોઈ શંકા નથી. ચાર ટેસ્ટ મેચોમાં તે એ સ્તરનું પ્રદર્શન ન કરી શક્યો જેવું તે અને અમે ઇચ્છતા હતા. જોકે તે સંપૂર્ણપણે તૈયાર છે. અમે હમણાં જ એક ટેસ્ટ મેચ જીતી છે.