આ કારણે જ દુઘરાજ (ઈન્ડિયન પેરેડાઈઝ ફ્લાયકેચર), બબુના (ઓરીએન્ટલ વ્હાઈટ આઈ) જેવા નાના પક્ષીઓ બ્લેક ડ્રોંગોના માળાની આસપાસ જ પોતોનો માળો બનાવે છે. ડ્રોંગો તેના માળાની આસપાસ કીલ્લાના રક્ષક (કોટવાલ) ની જેમ રક્ષણ કરે છે એટલે જ એને હિન્દીમાં કોટવાલ કહે છે.
બ્લેક ડ્રોંગો વિવિધ પ્રકારના અવાજો (બર્ડકોલ) કરવામાં પણ ખૂબજ પાવરધુ પક્ષી છે.