દિપડાની શોધમાં નિકળ્યાને રસ્તામાં મળ્યો રસલ્સ વાઈપર

ગીરના જંગલમાં સિંહ કે દિપડા જોવા એ ખૂબ આનંદની વાત છે. પણ જો ગીરમાં સફારી રોડ પર વચ્ચે કોઈને રસલ્સ વાઈપર(ખડચિતડ) જોવા મળી જાય તો મજા પડી જાય.

ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં અમે સફારીમાં દિપડાને શોધવા માટે ખૂબ ધીમી ગતિએ જીપ્સીમાં ફરી રહ્યા હતા અને અમને રોડ વચ્ચે રસલ્સ વાઈપર નામનો ઝેરી સાપ ધીમે ધીમે રોડ પર આગળ જતો જોવા મળ્યો. અજગરના બચ્ચા જેવો દેખાતો આ સાપ અત્યંત ઝેરી વિષ વાળો સાપ છે. સામાન્ય રીતે રસલ્સ વાઈપર તેમની આસપાસ માનવની હાજરીની જાણ થતાં ખૂબજ ઝડપથી ઝાડીમાં સરકી જાય છે. અમે કયારેય એવું વિચારેલ નહીં કે દિપડાની શોધમાં નિકળ્યા હતા ને આ રીતે રોડની વચ્ચે રસલ્સ વાઈપરનો ફોટો પાડવા મળશે.

શ્રીનાથ શાહ