નુરા કુસ્તી જોઇ છે?

સિંહ બાળ (લાયન કબ) ખૂબ સુંદર અને રમતિયાળ હોય છે, પણ લગભગ 7-8 માસ પછીની ઉંમર પછી એ અંદર અંદર એકબીજા સાથે ખૂબ દોડાદોડ કરે. લગભગ માનવબાળ જેવી જ ધીંગા મસ્તી કરતા હોય છે. આ ફોટો માટે ખાસ શબ્દ “નુરા કુસ્તી” એટલે પ્રયોજ્યો છે કે નુરા કુસ્તીનો અર્થ થાય બે પહેલવાન એકબીજા સાથે હાર જીત નક્કી કરવા માટે નહી પણ માત્ર પ્રેકટીસ કરવા માટે લડે, જેથી બન્ને પહેલવાનનું કૌશલ્ય વધે.

આ બે સિંહબાળના ફોટોમા પણ કંઇક આવુ જ છે. થોડી વધુ મોટી ઉંમરના સિંહબાળ એ પોતાના પરિવાર(પ્રાઇડ) ના અન્ય સિંહ બાળ પર પોતાનુ પ્રભુત્વ દેખાડવા માટે પણ આ રીતે કુસ્તી કરતા હોય છે. ક્યારેક એક જ સિંહણ ના સિંહબાળ એક બીજા વચ્ચે પોતાનુ વર્ચસ્વ બતાવવા પણ આ પ્રકારે “નુરા કુસ્તી” કરતા હોય છે. લગભગ સાત- આઠ વર્ષ પહેલા આ ફોટો ગીરમા સફારી દરમ્યાન પ્રવાસન રુટ-6 પર મળ્યો હતો.

(શ્રીનાથ શાહ)