તમામ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સાથે આવું એક વાર તો થયું જ હશે!!

જંગલ સફારીમાંથી કયારે ખાલી હાથે પણ પરત ફરવું પડે છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર વાઘ, સિંહ કે દિપડા જેવા પ્રાણીઓના સુંદર ફોટો જોઈ ને આપણે એમ થાય કે જંગલ સફારીમાં જઈએ અને આપણને પણ આવા ફોટો ખેંચવા મળે. પણ વાસ્તવમાં હકીકત કંઈક અલગ જ હોય છે. કોઈવાર જંગલ સફારીમાં જોઈએ તો,  5-7 સફારી કે આખી ટ્રીપમાં વાઘ-સિંહ જોવા મળે પણ સારો ફોટો ન પણ મળે!

દરેક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સાથે આવું અનેક વાર થતું જ હોય છે. જોકે આવા સમયે જંગલમાં વાઘ-સિંહ ન મળવાનો રંજ ન રાખીને જંગલના કુદરતી સૌંદર્યની મજા લેવા જેવી હોય છે. સાથે સાથે કોઈ સારા લેન્ડ સ્કેપ કે બીજા પ્રાણીઓ, પક્ષીઓ કે જીવ જંતુના સુંદર ફોટો મળી જતા હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]