બ્લેક ડ્રોંગો: પરિવારનો સાચો રક્ષક

બ્લેક ડ્રોંગો પક્ષીને ગુજરાતીમાં “કાળોકોશી” અને હિન્દીમાં કોટવાલ કહે છે. મનમાં એ સવાલ થાય કે હિન્દીમાં આ પક્ષીને કોટવાલ કેમ કહેતા હશે? તો એની પાછળનું કારણ એવું છે કે, બ્લેક ડ્રોંગો જ્યાં માળો બનાવે ત્યાં આસપાસ એટલો કડક ચોકી પહેરો કરે અને ઉગ્રતાથી અન્ય શિકારી પક્ષીઓ સામે લડે છે.

આ કારણે જ દુઘરાજ (ઈન્ડિયન પેરેડાઈઝ ફ્લાયકેચર), બબુના (ઓરીએન્ટલ વ્હાઈટ આઈ) જેવા નાના પક્ષીઓ બ્લેક ડ્રોંગોના માળાની આસપાસ જ પોતોનો માળો બનાવે છે. ડ્રોંગો તેના માળાની આસપાસ કીલ્લાના રક્ષક (કોટવાલ) ની જેમ રક્ષણ કરે છે એટલે જ એને હિન્દીમાં કોટવાલ કહે છે.

બ્લેક ડ્રોંગો વિવિધ પ્રકારના અવાજો (બર્ડકોલ) કરવામાં પણ ખૂબજ પાવરધુ પક્ષી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]