કાન્હાનું વિશિષ્ટ પ્રાણી બારાસિંઘા

મધ્યપ્રદેશમાં આમતો ઘણાં જ ટાઈગર રીઝર્વ છે પણ કાન્હા ટાઈગર રીઝર્વનું લેન્ડસ્કેપ કંઈક અલગ જ છે. ઉંચા સાલના વૃક્ષો અને સાથે મોટા ઘાંસીયા મેદાનો (Medows) પણ અહીં છે. કાન્હા ટાઈગર રીઝર્વમાં વાઘની સાથે-સાથે દિપડા, ઘોલ (જંગલી કુતરા) અને ગૌર જોવાની તો મજા આવે જ પણ કાન્હાનું વિશિષ્ટ પ્રાણી તો બારાસિંઘા (Hard Ground Swamp Deer) છે. જે મધ્ય પ્રદેશનું સ્ટેટ એનિમલ પણ છે.

અહીં 1970માં શિકાર અને ‘હેબીટેટ લોસ’ ના કારણે માત્ર 66 બારાસિંઘા બચ્યા હતા. ત્યારબાદ કાન્હા ટાઈગર રિઝર્વના વનકર્મીઓના સતત પ્રયત્નોથી વધીને આજે આશરે 1000-1100 આસપાસ થયા છે. જે એક અદભુત અને ઉદાહરણરૂપ (wildlife conservation and revival story) વન સંરક્ષણ અને સંવર્ધનની વાત છે.

ઈન્ટરનેટ અને પુસ્તકોમાં કાન્હા ટાઈગર રીઝર્વના બારસિંઘા અને તેની વિશિષ્ટતાની વાતો સરળતાથી વાંચવા મળી જાય છે. કાન્હામાં ગ્રાસ લેન્ડમાં જઈએ તો 8થી10 ના ગ્રૃપમાં બારાસિંઘા જોવા મળી જાય.