ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં હાલનો સ્કોર બોર્ડ 1-1થી બરાબર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરી હતી. તેણે અત્યાર સુધીમાં ચાર વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે છેલ્લી મેચની ચોથી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે તેમણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
પેટ કમિન્સ ટેસ્ટમાં કેપ્ટન તરીકે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી ગેરી સોબર્સને પાછળ છોડી દીધો છે. કમિન્સે કેપ્ટન તરીકે 119 વિકેટ લીધી છે. કેપ્ટન તરીકે ગેરી સોબર્સે 117 વિકેટ લીધી હતી. હવે કમિન્સથી આગળ માત્ર બે જ ખેલાડી છે. તેમાં ઈમરાન ખાન (187 વિકેટ) અને રિચી બેનોડ (138 વિકેટ)નો સમાવેશ થાય છે. જો કમિન્સની કેપ્ટનશીપની વાત કરીએ તો તેણે 30 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. આમાં તેની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ 18 મેચ જીતી છે, જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન તેણે 119 વિકેટ ઝડપી છે. આમાં તેની 8 વખત 5 વિકેટ હૌલ પણ સામેલ છે. જો મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અત્યારે મજબૂત સ્થિતિમાં હોવાનું જણાય છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ભારતે ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને 251 રન બનાવી લીધા છે. વરસાદના કારણે આ મેચ હવે ડ્રો તરફ આગળ વધી રહી છે.