હું એટલે નાની. ઘરમાં સહુથી નાની એટલે નામ પણ નાની જ પડી ગયું છે. સાત ભાઈ બહેન વાળા પરિવારમાં નાના બાળક પર કેટલું ધ્યાન અપાય તે આપ સમજી શકતા હશો. ભણવામાં મન ન લાગે. હું બારમાં ધોરણમાં આવી
બહેનશ્રી. નાના હોવું એ પણ સારી વાત છે. પણ હા, મનને નાનું ન રખાય.મનતોમોટું જ સારું. નાના હોવાના લાભાલાભ તો હોયજ. વહાલ સહુથી વધારે મળે અને બધા અધિકાર પણ વધારેજ જતાવે. ફરજ અને અધિકાર બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે સતત એવું સાબિત કરવા પ્રયત્ન કરો કે તમે સારા જ છો ત્યારે ક્યારેક ભૂલથી પણ અન્ય ને ખરાબ દેખાડી દેવાય. સહુથી પહેલા તો આ વિચારમાંથી બહાર આવી જાવ.અન્યને દેખાડવા માટે જીવવાનું બંધ કરી અને પોતાના માટે જીવાશો તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. માબાપ લડતા હોય ત્યારે બાળકોમાં અસુરક્ષાની લાગણી જન્મે છે. તમે હવે મોટા થઇ ગયા છો. તેમને માફ કરી દો. તમારા મમ્મીએ એવું માની લીધું છે કે તેઓ ખુબજ જવાબદારીઓ નિભાવે છે. સાત બાળકો કરવાનો નિર્ણય માત્ર તમારા પપ્પનોતો નહિજ હોય? એમણે પણ જીવનને સ્વીકારી લેવાની જરૂર છે. જીવનને ટુકડામાં જીવવાથી માત્ર દુખ જ મળે છે. હવે વાત વાસ્તુ અંગેના તમારા સવાલોની.
ભારતીય વાસ્તુ ભારતમાં રચાયું. પણ ભારત એટલે? અત્યારે જે ભારત છે એ? કે પછી અંગ્રેજોએ જે ભારત વિચાર્યું હતું તે? કે પછી એના પહેલા જે ભારતની કલ્પના છે એ? કે પછી ભારતવર્ષ?મારા મત પ્રમાણે ભારતવર્ષ એટલે સમગ્ર પૃથ્વી.મને ખાતરી છે કે તમારા મનમાં સવાલો ઉદ્ભવશે.માણસ જયારે વિચારે છે ત્યારેજ તેને પોતાના સવાલોના જવાબો મળે છે.વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય સંસ્કૃતિના અવશેષો મળી આવે છે તેનું એક કારણ આ પણ હોઈ શકે. મયાન સંસ્કૃતિ જેના નામ સાથે જોડાયેલી છે છેતેવું માનવામાં આવે છે,તે પ્રસિદ્ધ મય દાનવનું ભારતીય વાસ્તુમાં ખુબજ સારું અને મોટું પ્રદાન છે. મયામતમનામનો ગ્રંથ રચનાર મેક્સિકોમાં કેમ પોતાની સંસ્કૃતિની સ્થાપના કરે છે? બાલી કે ગ્રીસમાં ભારતીય પ્રણાલિકાઓ કેમ દેખાય છે? ગ્રીક દેવો આપણા દેવોથી સમાન શા માટે છે? વિશ્વમાં કેટલા લોકો ઓક્સીજન વિના જીવે છે?
વિશ્વમાં કેટલી જગ્યાએ સૂર્ય અલગ દિશામાંથી ઉગે છે? વિશ્વમાં કેટલા લોકો મનની શાંતિ, સુખી જીવન, ધન, માનસન્માન, પરિવાર, જેવી મૂળભૂત જરૂરિયાતો નથી ઈચ્છતા? કોને દુખી થવું છે? આ પ્રકારનાસવાલોને સમજવાથી આપનીમોટા ભાગની ગેરસમજો દુર થઇ જશે. હવે વાત કરીએ વાસ્તુની. ભારતીય વાસ્તુમાં સંતુલિત જીવનની વાત કરવામાં આવી છે. જેના માટે વિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજવિજ્ઞાન, ચુંબકીય સમજ, જેવા વિવિધ પાસાઓનો આધાર લેવામાં આવ્યો છે. વિજ્ઞાનના નિયમો દરેક જગ્યાએ લાગુ પડે છે. ગણિત પણ બધે એકજ પ્રકારનું હોય? પૃથ્વીનીચુમ્બ્કીયતા માટે કોઈ સવાલ ઉદ્ભવે ખરો? આમ દરેકે દરેક પાસાઓની સામાન્ય અસર સમગ્ર પૃથ્વી પર એક સમાન ગણી શકાય. હા, કોઈ દેશમાં માણસો કાર્બન ડાયોક્સાઈડ શ્વાસમાં લેતા હોય તો તેમના માટે અલગ નિયમો હોઈ શકે. પૃથ્વી પર દરેકે દરેક માણસ નું મૂળભૂત બંધારણ એક સમાન જ છે. તેનીમૂળભૂત જરૂરિયાતો પણ એક સમાન છે. તેને થતા રોગ અને જીજીવીશાઓ પણ લગભગ એક સમાન જ છે. તો નિયમો પણ એક સમાન જ લાગુ પડે ને? હવે છેલ્લા સવાલનો જવાબ. “હા.” પણ હું માત્ર મારી શરતો સાથે જ્ઞાન આપી શકું. જ્ઞાન સંપાદન એ કોઈ નુડલ બનવવાની પ્રક્રિયા નથી કે જેમાં ક્રેશ કોર્સમાં બધું શીખી લેવાય. જો સાચેજ શીખવું હોય તો ચોક્કસ હું મદદ કરીશ.