વાસ્તુ: ગણેશજીની મૂર્તિ ઘરમાં કોઈપણ જગ્યાએ રાખતા પહેલા આ જાણી લો…

શ્રી ગણેશ કરવા એટલે શરૂઆત કરવી. ભાદરવા માસમાં ગણેશ ચતુર્થી આવે. સમૃદ્ધિના શ્રી ગણેશ થાય. વિધ્નહર્તા દેવ શિવ પરિવારનો ભાગ છે. આવા ગણેશજીની સ્થાપના કોઈ પણ કામની શરૂઆતમાં થાય. ભારતીય વાસ્તુમાં પણ તેમનું મહત્ત્વ છે. દક્ષિણ દિશાના દોષ માટે ગણેશજીની વિવિધ પૂજાની વાત છે. તેવી રીતે દ્વાર પર પણ એમના વિવિધ સ્વરૂપ બેસાડવાનું કહે છે.

ગણેશજીની મૂર્તિ ઘરમાં કોઈ પણ જગ્યાએ માત્ર સુશોભન માટે ન રાખી શકાય. ઈશ્વરની આરાધના કરાય પ્રદર્શન નહીં આ સમજાય તે જરુરી છે. એવી રીતે કલાત્મક ગણેશ પણ પૂજામાં ન રખાય. પુજા માટે સ્વરુપની સમજ ખૂબ જરૂરી છે.

મિત્રો આ વિભાગ આપના માટે જ છે. નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ આપના સવાલ મોકલી શકશો.

સવાલ: ભારતીય વાસ્તુમાં ગણેશજીની પૂજાનું ખૂબ મહત્વ છે. આજકાલ પેઇન્ટિંગ અને મૂર્તિઓ સ્વરૂપે જાત જાતના સ્વરૂપો જોવા મળે છે. મોડર્ન અને ન સમજાય તેવા આકરો પણ તેમાં જોવા મળે છે. તો શું એ વધુ પૂજનીય ગણાય? જે સ્વરૂપ જોઈને ભાવ ન જાગે એની પૂજા કેવી રીતે થાય?

 (તસવીરોઃ માનસ સોમપુરા)

જવાબ: હું આપની સાથે સહમત છું. જે પૂજનીય છે તેની નુંમાઈશ ન હોય. ઈશ્વર આત્મા સાથે સંલગ્ન છે. એમને કલાકૃતિ તરીકે જોવામાં પણ આમન્યા સાચવવી પડે. ગમે તેવા આકાર અને પરિધાન એમના સ્વરૂપ સાથે ન જ જોડાય. કોઈ ફિલ્મના પાત્ર સાથે પણ એમને ન જોડાય કે ન કોઈ રોગ સાથે.

સવાલ: ભારતીય વાસ્તુ વિશે તમે જે સમજાવો છો તે સરળ છે. તોડફોડ નથી તો પણ સારા પરિણામો મળે છે. કેટલા બધા જાણીતા લોકો આપના ક્લાયન્ટ છે. તો શું વાસ્તુ મોટા માણસો માટે જ છે? અમારે માત્ર વાંચી અને સંતોષ માનવો? તમે ન મળો?

જવાબ: બહેન શ્રી. આપ મને વાંચો છો એ સારી વાત છે. વાસ્તુ નિયમ સમગ્ર માનવ જાતિને મદદ કરવા રચાયેલ છે. તમે જેમને મોટા માનો છો એ પણ ક્યારેક નાના હશે ને? જરૂર મળશું.

સૂચન : દ્વાર પર જમણી સૂંઢના ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ.

(આપના સવાલો મોકલી આપો…Email-vastunirmaan@gmail.com)