એક ભાઈ કાયમ એકલાજ ફરતા. કોઈ પૂછે કે ભાભી ક્યાં? તો જવાબ મળતો,” બીમાર છે.” કોઈ માણસ વરસોથી બીમાર હોય તો તે ચિંતાનો વિષય ગણાય. હકીકત એ હતી કે તે બંને અલગ અલગ મકાનમાં રહેતા હતા. બંનેના વિચારો મળતા ન હતા. નાની નાની વાતમાં તણાવ અને પછી હાર જીતની બાજી. એક રીતે બંને અલગ રહેતા હતા તે બંને માટે સારું હતું. પણ જો સાચેજ ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો? આવા સંજોગોમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એક ઘરના દરેક સદ્સ્યનું ધ્યાન બીમાર વ્યક્તીમાજ હોય અને બીજું કોઈને બીમાર વ્યક્તિમાં રસ જ ન રહે. લાંબી બીમારી બીમાર વ્યક્તિ માટેતો તકલીફ દેય રહેજ છે પરંતુ તેની નજીકની વ્યક્તિઓને પણ માનસિક, શારીરિક, આર્થિક તકલીફ આપી શકે છે.
નૈરુત્યના એક પદમાં ખાળકુવો આવતો હોય તો કેન્સર જેવી બીમારી આવવાની સંભાવના વધી જાય છે. ઘણીવાર લોકો એવું માની લે છે કે એક વ્યક્તિને આવી ઉર્જાની અસર થઇ એટલે હવે અન્ય કોઈને તેની અસર નહિ થાય. ઉર્જા તો તેનું કામ કરેજ છે. નૈરુત્યથી પશ્ચિમમાં જમીનમાં કોઈ પણ પ્રકારનું પાણી હોય તો તે લાંબી બીમારી આપી શકે છે. સૌરાષ્ટ્રના એક ગામમાં એક મકાનમાં ખુબજ સ્વસ્થ પરિવાર રહેવા ગયો. બધીજ રીતે તેઓ સુખી. નૈરુત્યમાં હોજ બનાવીને તેમણે બગીચાને સુંદર બનાવવા પ્રયત્ન કર્યો. થોડા સમય પછી ઘરની મુખ્ય વ્યક્તિને પેટમાં એક નાની ગાંઠ થઇ. કામમાં પણ તકલીફ આવવા લાગી. નવા ઘરનું કામ ચાલતું હોવાથી ઈશાનમાં મિસ્ત્રીકામના મશીનો મુકાયા. મન અશાંત રહેવા લાગ્યું. અંતે તેઓ નવા ઘરમાં રહેવા ગયા.
અહી નૈરુત્યમાં ખાળકુવો હતો. કામમાં તકલીફો આવવા લાગી. દોડાદોડીમાં પેલી નાનકડી ગાંઠ વિસરાઈ ગઈ અને સાત વરસ પછીના રીપોર્ટમાં ખબર પડીકે તેમને કેન્સર છે. આવુજ મધ્ય ગુજરાતના એક મકાનમાં પણ જોવા મળ્યું હતું. કેન્સર થવા માટે ઘણાબધા પરિબળો હોય છે. આને એક પરિબળ ગણી શકાય. નૈરુત્યનાખાળકુવા સાથે ઘરની અન્ય વ્યવસ્થાનો પણ અભ્યાસ જરૂરી છે. જો બ્રહ્મ નકારાત્મક હોય તો મગજને લગતી સમસ્યા ઉમેરાઈ શકે છે. યા તો ત્યાજ ગાંઠ થાય તેવું પણ બને.
ભારતીય વાસ્તુમાં પાણીને ખુબજ મહત્વ અપાયું છે. જો પાણી યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય જગ્યાએ આવેલું હોય તો તેના લાભાલાભ જરૂર જોવા મળે છે. પણ જો તે યોગ્ય નથી તો? ઈશાનમાં ઓવરહેડ ટાંકી હોય અને નીરુત્યમાં ખાળકુવો હોય તો શરીરના ઉપરના ભાગને લગતી સમસ્યા લાંબો સમય રહે તેવું બને. પક્ષઘાત પણ આ નકારાત્મકતા સાથે જોડાયેલી સમસ્યા ગણી શકાય. નૈરુત્યના અન્ય દોષ પણ હોય અને વ્યક્તિ વધારે પડતા રેડીએસન માં રહેતી હોય તો લીવરને લગતી સમસ્યા આવી શકે. ક્યારેક લોકોને એવું કહેતા સ્માંભાળીએ છીએ કે એને તો સોપરીનું પણ વ્યસન ન હતું. તોય આવું? ત્યારે ઉરાજાના વિજ્ઞાન પર વિશ્વાસ ચોક્કસ મૂકી શકાય. ગર્ભાશયનું કેન્સર ક્યાં પ્રકારની નકારાત્મકતાથી થાય? આવો વિચાર ચોક્કસ પણે આવે.
અગ્નિ દિશા નારી સાથે જોડાયેલી દિશા છે. તેની હકારાત્મકતા નારીનો પ્રભાવ વધારે છે. તો તેની નકારાત્મકતા નારીને તકલીફ પણ આપી શકે. આવા સમયે મુખ્યત્વે દક્ષીણ ના અક્ષ પર કેટલા ફોલ્ટ છે તે સમજવું જરૂરી બને છે. નૈરુત્ય અને અગ્નિ બંનેના દોષ નારીને લાંબી બીમારી આપી શકે છે. બીમાર રહેવું કોને ગમે? અને લાંબી બીમારીમાં જો અંગત લોકોનો રસ ઉડી જાય તો બીમારી આકરી લાગે.જો ઉત્તરનો અક્ષ હકારાત્મક હોય તો ઘરમાં એક વ્યક્તિની બીમારી સમગ્ર પરિવાર માટે જવાબદારી બની જાય છે. તેઓ દર્દીને સતત આનંદમય રાખવા પ્રયત્ન કરે છે. બીમાર વ્યક્તિને ખુશ રાખવા વાળું વાતાવરણ ઘરમાં જોવા મળે છે. આ સુખદ સ્થિતિ ગણાય. પણ જો ઘરના લોકોને બીમાર વ્યક્તિમાં રસ જ ન રહે તો?
એક વ્યક્તિએ સમગ્ર પરિવાર માટે જીવન ગાળ્યા બાદ તેને કેન્સર થયું. દીકરો વહુ નોકરી કરે. થાક્યા પાક્યા ઘરે આવે. ક્યારેક તેમને મળે ક્યારેક નહિ. સમય સાથે શરીર ક્ષીણ થતું ગયું. એકલતાએ બીમારીનું દુખ વધારી દીધું. આ મકાનમાં નૈરુત્યથી ઈશાનનો અક્ષ નકારાત્મક હતો અને અગ્નિથી વાયવ્યના અક્ષ પર પાણીની વ્યવસ્થા યોગ્ય ન હતી. શરીરમાં પાણી ભરવા લાગ્યું. એક નર્સ આવી અને છેક સુધી અંગત લોકોને આંખો શોધતી રહી. સારા હોવાથી સારા કર્મોની ઉર્જા જરૂર મળે છે. સાથે સાથે સારી ઉર્જા પણ મળે તો સોનામાં સુગંધ જેવી સ્થિતિ સર્જાય છે.