આપણે મોટે ભાગે જ્યોતિષને લગ્ન અને નોકરીના પ્રશ્નો પુરતું સીમિત કરી દીધું છે. જ્યોતિષીનો મહત્વનો સમય લગ્નના મુહુર્ત આપવામાંઅને મંગળ દોષના નિવારણમાં જ જાય છે. આધ્યાત્મિક ઉન્નતી કે શાંતિ કે પુણ્યકર્મ માટે કોઈ જ્યોતિષીને પ્રશ્ન કરતુ નથી.કોઈ જ્ઞાનીએ વર્ષો પહેલા કહ્યું હતું કે, કળિયુગમાંઘીવેચવા જવું પડશે અને મદિરા લોકો જાતે લેવા આવશે. જીવન કઈ રીતે જીવી શકાય? જીવનનો ઉદ્દેશ શું? જેવ ગંભીર પ્રશ્ન પણ જ્યોતિષની મદદથી ઉકેલી શકાય છે. માન્યામાં ન આવે પણ ગ્રહો મનુષ્યના જીવનની દિશા પણ બતાવે છે. તમારી કુંડળીના શનિ અને રાહુને જાણી લો તમને તમારા કર્મનો લગભગ સ્પષ્ટ ચિતાર મળી જ જશે. જ્યોતિષએ કલ્પવૃક્ષ સમાન છે, તમે ધારો તેમ તેમાંથી લાભ લઇ શકો, જ્યોતિષની મદદ વડે ધાર્યું તીર મારી શકાય. શરત એટલી કે તમને સ્પષ્ટ પ્રશ્ન કરતા આવડવું જોઈએ.
આપણે કોઈની મુલાકાત કરીને આવ્યા, તદ્દન નવી વ્યક્તિને મળ્યા, આ વ્યક્તિએ આપણને એક સારું બિઝનેસ પ્રપોઝલ આપ્યું છે. પ્રશ્નો અનેક છે. પહેલો પ્રશ્ન એ છે કે આ મુલાકાત લાભદાયક છે કે નહિ? શું આપણને લાભ થશે? આ પ્રશ્નના ઉકેલ માટે તમારે એ વ્યક્તિની જન્મકુંડળીની જરૂર નથી.માત્ર લાભનો જ વિચાર કરવો હોય તો તમારે મુલાકાતનો સમય લખી લેવો. આ સમયની કુંડળી મુકીને તેની પર વિચાર કરવો. જો તમારી મુલાકાત લાભદાયક હશે તો તે કુંડળીમાં તે સ્પષ્ટ થતું જ હશે. લાભેશ બળવાન બની શુભભાવોમાં હશે, સપ્તમ સ્થાનને કોઈ પાપગ્રહ જોતો ન હોય. લાભ ભાવ, ધન ભાવ અને નવમ ભાવનેનૈસર્ગિક શુભ ગ્રહો જોતા હોય તો મુલાકાત સફળ જાણજો.
પ્રશ્ન શાસ્ત્રનો નિયમ એ છે કે જાતે પ્રશ્ન ઉભો કરીને કુંડળી જોવી નહિ. ગ્રહોનું દરેક ચીજો અને માનવીના મન અને કર્મ સુધી આધિપત્ય હોય છે. જયારેગ્રહજનિતસંજોગ ઉભા થાય અને પ્રશ્ન સામાન્ય બુદ્ધિ વડે સમજી ના શકાય ત્યારે આ પવિત્ર શાસ્ત્રનો ઉપયોગ કરવો. સંજોગ ઉભા થયા, બે મિત્રોએ આવીને પ્રશ્ન કર્યો અથવા આપણને સામેથી સમાચાર મળ્યા તો જ પ્રશ્ન મહદઅંશે સાચો જગણાશે. ખોટા વિચારો અને માત્ર કલ્પનાને આધારે પ્રશ્ન બનાવીને પ્રશ્ન કુંડળી જોવીએ પાપમાં પડવા બરાબર છે.
જેમ કે, કોઈના રોગનો ગંભીર પ્રશ્ન તમારી પાસે આવ્યો. જે સમયે આ પ્રશ્ન આવ્યો તે સમય નોંધી લો. આ પ્રશ્ન કુંડળી દ્વારા આગળની ઘટના પર પ્રકાશ પાડી શકાશે.ઘણા લોકો માને છે કે પ્રશ્ન કુંડળીના નિયમો અલગ છે અને મોટેભાગે નિયમો સ્પષ્ટ નથી. તેનો સહેલો ઉપાય એ છે કે તમારે પ્રશ્નકુંડળીને જન્મકુંડળીની જેમ સાદા નિયમો વડેજજોવી. વૈદિક જ્યોતિષના નિયમો કોઈ પણ કુંડળીમાં લાગુ પાડી જ શકાય. ઉદાહરણ તરીકે પ્રવાસનો પ્રશ્ન છે, પ્રશ્ન કુંડળીમાં નવમો ભાવ જુઓ, તેનામાલિકની સ્થિતિ જુઓ, નવમ ભાવમાં કયો ગ્રહ છે, તેની પર કયા બીજા ગ્રહોની દ્રષ્ટિ છે? આટલું નોંધી લો. ત્યારબાદ વિશોત્તરી દશા જુઓ કયા ગ્રહની મહાદશા ચાલે છે અને અંતરદશા કયા ગ્રહની છે.મહાદશા અને અંતરદશાના ગ્રહો કુંડળીમાં કેવી સ્થિતિમાં છે તે નવમ ભાવ સાથે કેવી રીતે સંકળાયેલ છે? આ આછી રૂપરેખામાં અડધા રસ્તે જ તમને સ્પષ્ટ થઇ જશે કે પ્રવાસના યોગો બને છે કે નહિ.
ક્યારે પણ તમને સંજોગ અનુસાર પ્રશ્નોનો સામનો કરવો પડે તો તે ઘટનાનો સમય નોંધી લો અને તેની પ્રશ્ન કુંડળી બનાવી જવાબ મેળવવા પ્રયત્ન કરો. જીવન દરમ્યાન આપણે સેંકડો પ્રશ્નોનો સામનો કરીએ છીએ, જન્મકુંડળીમાં ખુબ જ ઊંડાણ છે તેમાં તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. પણનાની મોટી ઘટનાઓના પ્રશ્નો તો પ્રશ્નકુંડળી વડે સરળતાથી ઉકેલી શકાય છે.