મુંબઈ: 91 વર્ષની ઉંમરે પણ આશા ભોંસલનો ચાર્મ ઓછો થયો નથી. તેણી આ ઉંમરે પણ કલાકો સુધી પરફોર્મ કરી શકે છે. તેમનું જીવન ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. પીઢ ગાયિકા આશા ભોંસલેએ તાજેતરમાં વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી અભિનીત ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના સુપરહિટ ટ્રેક ‘તૌબા તૌબા’ પર શાનદાર ડાન્સ કરીને પ્રેક્ષકોને દંગ કરી દીધા હતા. આશાએ પ્રથમ વખત પંજાબી ગાયક કરણ ઔજલા દ્વારા ગાયેલા બોલિવૂડ નંબર પર તેના અવાજમાં ક્લાસિક ટચ પણ ઉમેર્યો હતો અને હવે તેની એક ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ વીડિયો જોઈ માત્ર નેટીઝન્સ જ નહીં પણ કરણ ઔજલા ય હવે તેના ગીત પછી આશાના ડાન્સના દિવાના બની ગયા છે.
આશા ભોસલેએ ‘તૌબા તૌબા’ પર ડાન્સ કર્યો
દુબઈની એક ઈવેન્ટમાંથી આશા ભોંસલેનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સફેદ સાડીમાં જોવા મળે છે અને તેના ડાન્સ મૂવ્સ જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. આ ગાયકે આનંદ તિવારીની કોમેડી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નું કરણ ઔજલાના તૌબા તૌબા ગીત પણ ગાયું હતું. એટલું જ નહીં તેમણે ફિલ્મમાં વિકી કૌશલે કરેલા ટ્રેકના સિગ્નેચર સ્ટેપને પણ રિક્રિએટ કર્યું હતું. આશા ભોંસલને ડાન્સ કરતા જોઈ લોકો ખુબ ખુશ થઈ રહ્યા છે. લાઈવ ઓડિયન્સ સિવાય સોશિયલ મીડિયા પર પણ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
કરણ ઔજલાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આશા ભોસલે માટે એક નોંધ લખી, ‘@asha.bhosle જી, સંગીતની દેવી, તેમણે તૌબા તૌબા ગાયું… એક નાનકડા ગામમાં ઉછરેલા બાળક દ્વારા લખાયેલું ગીત, જેનો પરિવાર સંગીત સાથે કોઈ સંબંધ નથી. કે તેને સંગીતનાં સાધનોનું કોઈ જ્ઞાન નથી. એક વ્યક્તિ દ્વારા રચિત ગીત જે અન્ય કોઈ ભજવતું નથી. આ ગીતને માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ સંગીત કલાકારોનો પણ ઘણો પ્રેમ મળ્યો છે, પરંતુ આ એક એવી ક્ષણ છે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું. તમે મારું ગીત આ રીતે રજૂ કર્યું તે બદલ હું તમારો આભારી છું.
કરણ ઔજલાએ આશા ભોંસલેની પ્રશંસા કરી હતી
ગાયકે ઇન્સ્ટા સ્ટોરી પર સ્ટેજ પર તૌબા તૌબા ગાતી આશા ભોંસલેની એક રીલ પણ શેર કરી હતી. તેણે તેની સાથે લખ્યું, ‘મેં આ 27 વર્ષની ઉંમરે લખ્યું હતું. તેણે 91 વર્ષની ઉંમરે મારા કરતાં વધુ સારું ગાયું. @asha.bhosle અને એક શાનદાર ડાન્સ પણ કર્યો. આશા ભોંસલેએ રવિવારે દુબઈમાં સોનુ નિગમ સાથેના કોન્સર્ટ દરમિયાન તૌબા તૌબા રજૂ કર્યું હતું.