મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનનું ચોથું ચરણ ચાલી રહ્યું છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર લોકોને છૂટ આપવામાં આવી છે. લોકડાઉનનું આ ચોથું ચરણ 31 મે સુધી ચાલુ રહેશે. આ વચ્ચે હવે દરેક વ્યક્તિ પોતાના ઘરોમાં કેદ છે અને કોરોના વાયરસ લામે લડી રહ્યા છે. તો બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે એક જાહેરખબર માટેનું શુટિંગ કર્યું છે. આનો ફોટો બોલીવુડ એક્ટર કમાલ ખાને પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. આ ફોટોમાં અક્ષય કુમારને શુટિંગ કરતો જોઈ શકાય છે. કમાલ ખાને અક્ષય કુમારનો ફોટો શેર કરતા લખ્યું કે, અક્ષય કુમારને બધામાં ઉતાવળ જ હોય છે. અત્યારે જ્યારે લોકો પોતાના ઘરોમાં બેઠા છે, ત્યારે તે સરકારી એડ માટે શુટિંગ કરી રહ્યા છે. કમાલ ખાનના આ ટ્વીટ પર લોકો કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.