નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પર એર ઇન્ડિયાના રૂ. 498.17 કરોડનાં લેણાં છે. નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ બુધવારે રાજ્યસભાને આ માહિતી આપતાં કહત્ હતું કે આ રકમ 31 ડિસેમ્બર સુધી વીવીઆઇપી ફ્લાઇટ્સના ભાડા પેટે અને ખર્ચની છે, જે સરકારે એર ઇન્ડિયાને ચૂકવવાના બાકી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના વિભાગો અને ક્રેડિટ પિરિયડનું ચણલ મળ્યાના 15થી 30 દિવસમાં થાય છે, એટલે કે 15થી 30 દિવસોમાં સરકાર સર્વિસ આપતી કંપનીને ચુકવણી કરી દે છે.
જોકે ક્રેડિટ પિરિયડની અંદર ચુકવણી ના કરવાની સ્થિતિમાં એર ઇન્ડિયાને કોઈ વ્યાજ નથી આપવામાં આવતું, એમ તેમનણે કહ્યું હતું. એર ઇન્ડિયાના સ્થાનિક કર્જદાતાથી ઋણ લેવાની સુવિધા દ્વારા રૂ. 225 કરોડ એકત્ર કરવાની માગ કરી રહી છે. વર્ષ 2019-20માં એર ઇન્ડિયા પર દેવાંનો અંદાજિત આંકડો રૂ. 38,366.39 કરોડ હતો.
સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટ પછી રોકાણ અને જાહેર સંપત્તિના સંચાલનના માર્ગદર્શન અનુસાર એર ઇન્ડિયાના કર્મચારીઓનાં હિતોનું રક્ષણ કરવામાં આવશે.