અમદાવાદઃ શહેરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય એ માટે ગરબા મહોત્સવના મોટા પાયે આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. શેરી, મહોલ્લા, રહેણાંક સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની શરત સાથે ફક્ત આરતી અને પૂજાની છૂટ આપવામાં આવી છે. આ સુરક્ષા નિયમો અંતર્ગત શહેરમાં ઘણાં સ્થળોએ માતાજીની સ્થાપના અને આરતી કરવામાં આવી હતી. કોરોનાના કપરા સમયમાં ઉત્સવો, તહેવારો, પ્રસંગોની મજા ફિક્કી પડી ગઈ છે. એમાંય નવરાત્રી મહોત્સવ સાથે તો હજારો લોકોના રોજગાર જોડાયેલા છે. જેઓ આ મહોત્સવમાં કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વખતે નવરાત્રી મોટા પાયે ઉજવણી બંધ રાખવામાં આવી છે.