મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓથી જોરશોરમાં હતા. બચ્ચન પરિવારમાં અણબનાવ છે અને ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના સંબંધોમાં તણાવ છે તેવી ચર્ચા બધે જ હતી. અત્યાર સુધી બંને દરેક જગ્યાએ અલગ-અલગ જોવા મળતા હતા. કોઈ પણ ફંક્શન હોય કે ઈવેન્ટ, ઐશ્વર્યા-અભિષેક દરેક જગ્યાએ અલગ-અલગ હાજરી આપતા જોવા મળ્યા હતા. બંનેએ એકસાથે ક્લિક કરેલા ફોટો પણ નથી મળ્યા. પરંતુ, હવે બોલિવૂડ કપલનો એક એવો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને જે લોકો કહે છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે ઓલ ઈઝ વેલ છે.
ઐશ્વર્યા-અભિષેક તાજેતરમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ ઈવેન્ટની બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેનો આ ફોટો સામે આવ્યા બાદ તેમના છૂટાછેડાની અફવાઓ પણ ફગાવી દેવામાં આવી રહી છે. ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં અભિષેક-ઐશ્વર્યા સાથે સેલ્ફી લેતા જોવા મળી શકે છે. આ ફોટો સામે આવ્યા બાદ કપલના ફેન્સ ખૂબ જ ખુશ છે.