નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 75,809 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1133 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 42,80,422 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 72,775 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 33,23,950 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,83,697 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.77 ટકા થયો છે.
રાજધાની એક્સપ્રેસમાં 20 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોના વાયરસના પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર 20 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહનો જોવા નથી મળ્યાં. કુલ 20 મુસાફરોમાંથી, બેની ઉમર 70 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.