નવી દિલ્હીઃ હોળીના તહેવાર નિમિત્તે જ્યાં અનેક સેલેબ્સ ફોટો શેર કરી રહ્યા છે, ત્યારે અમિતાભે બચ્ચને પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાના જૂના ફોટો શેર કરીને યાદોને વાગોળી હતી. તેમણે જે ફોટો શેર કર્યો હતો, એમાં બે દિગ્ગજ કલાકારોની સાથે તેઓ નજરે ચઢે છે. અમિતાભનો આ ફોટો એ વીતેલા જમાનાનો છે, જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ચાલતા હતા. આ ફોટોમાં બિગ બી બોલિવુડના બે મોટા સ્ટાર્સની સાથે મસ્તી કરતા દેખાય છે.
જ્યારે તમે પહેલી વાર આ ફોટો જોશો તો કદાચ ઓળખી નહીં શકો કે બિગ બીની સાથે કયા સ્ટાર્સ છે. આ ફોટોમાં અમિતાભ બચ્ચન રાજ કપૂર અને શમ્મી કપૂરની સાથે ઊભા છે. આ ફોટો આરકે સ્ટુડિયોનો છે.
અમિતાભ બચ્ચન સિવાય કાર્તિકા આયર્ન અને શબાના આઝમીએ પણ હોળીના તહેવારના જૂના ફોટો શેર કર્યા છે.