અમદાવાદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટે (IITRAMએ) હાલમાં જ ઓરડુનિયો અને IoT ડિવાઇસિસનો ઉપયોગ, રોબોટિક્સમાં મેઝરમેન્ટ અને નિયંત્રણમાં શોધ કરવા માટેનો સફળ ટૂંકી મુદતનો ટ્રેનિંગ પ્રોગ્રામ (STTP) 31 જુલાઈથી ચોથી ઓગસ્ટ સુધીમાં સંપન્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓS અને ઉદ્યોગના નિષ્ણાતોને ખૂબ રસ લીધો હતો.
મેકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટીના સભ્યોની ટીમ, ડો. સૌરભ કુમાર યાદવ, ડો. અજિત પારવાનીના સહયોગ સાથે રોબોટિક્સ, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશનની એડવાન્સ માહિતી આપવાની સાથે STTPમાં વિવિધ ક્ષેત્રોથી 35 સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ યુનિવર્સિટી અને કોલેજોમાંથી આવેલા 35 સહભાગીઓ માટે આ વર્કશોપ ઊભરતા સંશોધકો માટે નિષ્ણાતો પાસેથી અભ્યાસ કરવાનો એક મંચ બની રહ્યો હતો.
આ વર્કશોપને IIT બોમ્બેના પ્રોફેસર મંગલ કોઠારી, NIT- જમશેદપુરના ડો. વિજય દલ્લા અને કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના ડો. ચિંતન પટેલ જેવા નિષ્ણાત વક્તાઓએ સંબોધી હતી. આ વર્કશોપમાં એન્ટુપોલ ટેક્નોલોજી અને સનફોક્સ ટેક્નોલોજીસના ઓદ્યૌગિક નેતાઓએ સક્રિય રસ લીધો હતો, જેમણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવા ફીલ્ડમાં તાજા સંશોધનો વિશે માહિતી આપી હતી.