શ્રીમદ્ ભગવદ્ ગીતાનું કુરુક્ષેત્રના મેદાન પર ઉપદેશ કરનાર શ્રીકૃષ્ણ ભગવાન યાદવકુળના વસુદેવ અને દેવકીના દૈહિક અને નંદબાબા અને યશોદામાતાના પાલકપુત્ર હતા. આમ એમનું કુળ ગોવાળ એટલે કે યાદવોનું હતું.
જો આમ જ હતું તો કુંતિભોજની પુત્રી કુંતિને કેશવ ફોઈ કેમ કહેતા હતા?
મૂળ વાત ભાગ્યે જ કોઈ જાણે છે. કુંતી યાદવ રાજા શૂરની પુત્રી હતી. કુંતીનું બાળપણનું નામ પૃથા હતું. પિતા શૂરસેને તેમની પુત્રીને રાજા કુંતીભોજને દત્તક આપી હતી. કુંતીભોજે પૃથાને નવું નામ કુંતી આપ્યું હતું. શૂરસેનના પુત્રનું નામ વસુદેવ હતું. શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકીના આઠમાં સંતાન છે. એ રીતે કુંતી વસુદેવની બહેન અને શ્રીકૃષ્ણની ફોઇ હતી.
કુંતિના બીજા પુત્રો ધર્મરાજ – યુધિષ્ઠિર ધર્મરાજાથી, ભીમ વાયુદેવથી, અર્જુન ઇન્દ્રથી અને અશ્વિનીકુમારનો મંત્ર કુંતિએ પાંડુની બીજી રાણી માદ્રીને શીખવાડતા એ એક જ મંત્ર થકી નકુલ અને સહદેવ નામે જોડીયાં પુત્રો થયાં હતાં.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)