સાહેબ. પંદરેક વર્ષથી તમને ફોલો કરું છુ. તમારી રેમેડીથી ફાયદા પણ ઘણા છે. અમે સાવ સામાન્ય હતા અને
૧) કેટલાક મોટા ધનાઢ્ય માણસો લોકોનું શોષણ કરીને આગળ આવે છે. તેમની આસપાસ લોકો સામેથી શોશાવા જાય છે. તો એમને કર્મના કોઈ સિધ્ધાંતો કેમ નડતા નથી. એમનું એવું તો કેવું વાસ્તુ છે કે તેમના બધાજ પાપ માફ થઇ જાય છે?
૨)હમણાંબે વેવાઈ વેવાણજતા રહ્યા હતા. તો એના માટે કયા વાસ્તુ નિયમો લાગુ પડે?
તમને યોગ્ય ન લાગે તો જવાબ ન આપશો. પણ અમને બંનેને વિશ્વાસ છે કે આપની પાસે આના જવાબો હશે જ. મારો વિશ્વાસ જળવાઈ રહેશે તેવી શ્રદ્ધા છે.
બહેનશ્રી. તમારા વિશ્વાસ અને વાસ્તુ શાસ્ત્રમાં તમારી શ્રદ્ધાને હું બિરદાવું છુ. કોઈ પણ શાસ્ત્ર એ વિજ્ઞાન જ છે. તેના મૂળ સ્વરૂપને સમજવું જરૂરી છે. તમને થયેલા દરેક ફાયદા વિશે અહી આપણે વાત નથી કરતા પણ તમને એના માટે શુભકામના. માણસ જયારે સારા વિચારો સાથે સારી ઉર્જામાં રહે છે ત્યારે તેને ચોક્કસ લાભ થાય જ છે. હવે વાત કરીએ તમારા સવાલોની.
૧) તમે જે લોકોની વાત કરી છે. તે લોકોના સંચિત કર્મો સારા હોય. જયારે માણસના પૂર્વજન્મના કર્મો સાથ આપતા હોય ત્યારે તેનો જન્મ સારા પરિવારમાં થાય. જો પૂર્વજોના કર્મો સારા હોય તો તેમની પેઢી સુખી થાય. સારા પરિવારમાં જન્મ લેવો અથવા પૂર્વજોના કર્મોના લીધે સારું જીવન જીવવું એ એક ભાગ છે. અન્ય ભાગ છે પોતાની ઉર્જા, પોતાના રહેણાકની ઉર્જા અને પોતાના કર્મોની ઉર્જા.
સંચિત કર્મો સારા હોવાથી સારા ઘરે જન્મ થયો છે. માતાના કર્મો સારા છે તેથી ધનાઢ્ય પણ છે. આટલું મોટું ઘર છે. નોકર ચાકર છે. એ તો બધા જુએ છે. તમને દુખ પડે તો તમે કોઈના માથે ખભો મુકીને કોઈ પણ જગ્યાએ રડી શકો છો? તમે એમને કે એમના પરિવારમાં કોઈને પણ આવી રીતે દુખી થતા જોયા છે? જેનો પણ જન્મ થયો છે, તેમને દુખ સુખ બંનેનો અનુભવ કરવો જ પડે છે. આ લોકોએ માત્ર ખુશ જ દેખાવું પડે છે. કોઈ પણ લાગણીને તેઓ મુક્ત રીતે પ્રદર્શિત નથી કરી શકતા.શું આ પણ એક સજા નથી?એમની પોતાની અંગત લાગણીઓનું કોઈ મહત્વ જ નહિ? ક્યારેક કારણવિના સતત હસતા રહેવાનો પ્રયત્ન કરી જોજો. સમજાઈ જશે. એલોકો પર કેટલાય કેસ ચાલતા હશે. એક બીજા માટેની સમજણ પણ ક્યારેક બદલાઈ હશે. પણ એમનું જીવન એમના કાબુમાં થોડું જ છે. કોઈ પણ અભિવ્યક્તિ માટે કેટલું વિચારવું પડે? તમે જાહેરમાં લડી શકો એ નહિ. એલોકો જે ઘરમાં રહે છે તેમાં પ્રવેશ કરતા પહેલા જ સમસ્યાઓ આવી હતી. એમનાઘરમાં ઉત્તરનો અક્ષ નકરાત્મક છે તેથી મહત્વકાંક્ષાઓ વધે અને નારીને અસંતોષ થાય. બાળકોની ચિંતા વધે. એ ઘર બન્યા બાદ ઘરમાં વિભાજન થયું. નવી પેઢીની ચિંતા હોય પણ એ આપણને વખત આવ્યે જ ખબર પડે. તમે ચોક્કસ વધારે સુખી છો. સુખી રહો તેવી શુભેચ્છા.
૨) આપણા સમાજમાં ઘણા લોકો પ્રેમ કરે છે અને ઘણા લોકો ભાગી જાય છે. પ્રેમ પર કોઈનો અધિકાર તો છે જ નહિ. આવુજ કૈક ફરી એક વાર થયું.માત્ર આ વખતે એમના બાળકો એક બીજા સાથે પરણવાના હતા. પશ્ચિમના દેશમાં આવું થયું હોત તો સ્વીકારાઈ પણ ગયું હોત. અહી નારી ભારતીય હતી. એને અન્તેતો પોતાનો પરિવાર યાદ આવ્યો. તેની ચિંતા થઇ. આજ બતાવે છે કે ભૂતકાળ કરતા વર્તમાન એના મન પર વધારે પ્રબળ હતો. બંને ઘરમાં અગ્નિના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય અથવા ઉત્તરનો અક્ષ યોગ્ય ન હોય ત્યારે આવું થવાની સંભાવના વધી જાય છે.
આ કેસમાં મને કઈ ખાસ અજુગતું એટલા માટે નથી લાગ્યું કે બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. આમાં સંજોગો કામ કરતા હતા. એમના બાળકોએ પોતાનું જીવન આવી એક ભૂલના કારણે શા માટે બગાડવું જોઈએ? રહી વાત સમાજની. મને એક માણસ શોધી આપો જેણે જીવનમાં ભૂલ ન કરી હોય. કોઈની અંગત વાતમાં આટલું શું રાજી થવાનું? હા, એમના કોઈ કાર્યથી દેશ કે સમાજને નુકશાન થયું હોય તો તેનો વિરોધ કરવો જ જોઈએ. તમે તમને ગમતું કરો છોને? બસ તો સુખી રહો.