કેટલાક લોકોને એવો વહેમ છે, આપણી વચ્ચે હજી પણ પ્રેમ છે…

પ્રેમ.

આ પ્રેમ વિશે કેટકેટલા વનલાઈર્સ, કવોટ્સ, કાવ્યો, નિબંધો, લેખો, વાર્તા-નવલકથાઓ લખાયા હશે! કેટકેટલા નાટકો-ફિલ્મો ભજવાયા હશે! કેટકેટલાય કેસો,ઝઘડાઓ, આક્ષેપો, મતમંતાતરો થયા હશે પ્રેમને નામે!

તેમ છતાં પ્રેમને સમજવો અકળ, મુશ્કેલ ગણાય છે….

“આટલું નક્કી કરી શકી, બસ સદીઓની આ શિખર મંત્રણા

યુદ્ધ જીતવા ઘણા જોઈએ, પ્રેમ જીતવા બે જ જણા”

વ્યવહારમાં બે ને બે ચાર થાય છે. છેતરપીંડીમાં બે અને બે પાંચ થાય છે. ઈલ્યુઝનમાં બે ને બે બાવીસ બતાવાય છે, પણ પ્રેમમાં બે જણ મળીને એક થઈ જતાં હોય છે.

કવિ કહે છેઃ

“પ્રેમમાં સઘળી ગણતરીઓ, બહુ જૂદી રીતે થાય…

એક જ પટ્ટો હોય છતાં, એ દુપટ્ટો કહેવાય..

લવ અડધો કે પોણો નહીં, ને લવ આખો નહીં થાય,

કિન્તું ‘પા’ લવ અચૂક થાય, ને એ ‘પાલવ’ કહેવાય. ”

પ્રેમમાં રીસામણાઓ, મનામણાઓ નાના હોય છે. સત્યો-તથ્યો ઝીણા હોય છે. રહસ્યો ખુલ્લા હોય છે. સમજણો સુંવાળી હોય છે અને શરતો લાગુ ન કરી શકાય એવી હોય છે. સાંભળો એક પ્રેમીની વાત:

“એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, પણ જો પડયા તો બેઉને પરવડવું જોઈએ,

જો વાયદો ન પાળવાના હોવ તો, પછી બહાનું ય સારું કાઢતા આવડવું જોઈએ”

કયારેક પ્રેમ શાંત પડીને સંકોચાઈ જાય છે. તે મનમાં આકાર પ્રદેશોના ખોવાઈને ઓઝલ થઈ જાય છે. વર્ષોના વિરાટ પર ઉપર થયેલી તેના પગલાની છાપ ચોક્કસ કારણોસર ઝાંખી પાંખી થઈને રોળાઈ જાય ત્યારે કહેવાય છે:

“કેટલાક લોકોને એવો વહેમ છે આપણી વચ્ચે હજી પણ પ્રેમ છે

તું નદી છે, હું સરોવર છું છતાં, વચ્ચે ‘સમજણ’ નામનો એક ડેમ છે”.

પ્રેમ વિશ્વાસથી ટકે છે, પણ અંધવિશ્વાસથી વધુ મજબૂત થાય છે. અને એટલે જ મનહરલાલ ચોક્સીએ આવા અંધવિશ્વાસુ પ્રેમીના પ્રેમને શબ્દરૂપે ઢાળતાં લખ્યું છે કે:

“ હાથમાં અંધ ભિખારીના જો પૈસા મૂકો હોય એ ખોટો ભલે, તમને દુવાઓ મળશે,

એ રીતે આપ મને ખોટાં વચન આપો છો, આપને તેમ છતાં મારી વફાઓ મળશે.”

“એક કિલકથી આખા જગને કરતે હું હેન્ડલ સજનવા

આપના ડેસ્કટોપ ઉપર થઈ જતે સેટલ સજનવા

પામવા તમને હું ફેંદી નાખતે ગૂગલ સજનવા

કાશ જો હોતે તમે પણ ‘ડાઉનલોડેબલ’ સજનવા”

નવી પઢીના પ્રેમીઓ પ્રેમીકા ચાંદ,તારા, ફૂલ, બગીચામાં નથી

શોધતી. તેમને પ્રેમીકાને ડીજીટલ સ્વરૂપે શોધવાનું વધારે માફક આવે છે.

“મેં પ્રયાસો શોધવાના કીધા ગંજાવર સજનવા

આપના મળતા નથી સહેલાઈથી વાવર સજનવા

સર્ચ એજીનો હૃદયના નીકળ્યા કાયર સજનવા

શોધે છે તેમને હવે મોબાઈલના ટાવર સજનવા”

અને પ્રેમીઓ પ્રમીકાની પાછળ પાછળ ભટકવાનું છોડીને,

શોધવાનું કામ મોબાઈલને સોંપી દે છે. પણ તો ય અમુક પ્રેમીકાઓ

વેલેન્ટાઈનો (વાર્ષો નહીં) વીતી ગયા પછી ય હાથમાં નથી આવતી

“દૂરથી જોનારને એ કોણ સમજાવે સજનવા

કે નિકટ આવ્યા વિના અમને નહીં ફાવે સજનવા.

મધને જો ચાખી જુઓને ! તો જ એ ભાવે સજનવા.

મધપૂડાને જોવાની થોડી મજા આવે સજનવા ! ”

“પ્લેટોનિક લવના જમાના ગયા. હવેના લવર્સ “એનેટોમિક

લવ કરે છે. તેઓને “ફૂલ ભી હો દરમિર્યાં તો ફાસલે હુએ” ની જેમ

ડીસ્ટન્ટ લવ નથી ફાવતો. તેઓ પ્રેમીકાને નિકટ રાખવા માગે છે,

છાતી સરસી રાખવા માગે છે, અને ક્યારેક તો રીતસરની ચાખવા માગે છે.

 

(ડો. મુકુલ ચોક્સી)