તારી અને માત્ર તારી જ… : ખુશ્બુ જાજલ

પ્રિય કુનાલ,

ચાર વર્ષ ઘણા ઝડપથી પસાર થઇ ગયાં. લગ્ન પહેલાં કદાચ એક આકર્ષણ હતું નવા સંબંધનુ, અરેન્જ મેરેજ હોવા છતાં આપણને પૂરતો સમય મળ્યો એક બીજાને ઓળખવાનો, પણ સાચું કહું તો ખરો પ્રેમ તો લગ્ન પછી થયો. આ 2 વર્ષમાં મારું વજન જેટલી સ્પીડથી વધ્યું… એના કરતાં ડબલ સ્પીડથી વધ્યો તારા માટે નો પ્રેમ!!

જે રીતે તુ મારુ ધ્યાન રાખે છે. મને સપોર્ટ કરે છે. પર્સનલ લાઇફમાં અને મારી કારકિર્દીમાં કદાચ બીજુ કોઈ ના કરી શકત. હું ઉદાસ હોઉ ત્યારે કઇ વાતથી મારા ચહેરા પર સ્મિત આવશે એનો પણ તને પૂરેપૂરો ખ્યાલ હોય છે. ઘણી બધી સમસ્યાઓ તો આવતા પહેલા જ તું હલ કરી નાખે છે!!

લગ્ન પહેલાં હંમેશાં એ વિચારતી હતી કે લગ્ન પછી બધી જવાબદારીઓ કઇ રીતે સંભાળીશ! પણ તે બધુ જ ઘણુ સરળ કરી દીધુ. મને ખબર છે કે હું એક પરફેક્ટ પત્ની કે પરફેક્ટ વહુ નથી, પણ તુ મને ક્યારેય એવો અહેસાસ થવા દેતો નથી.

આમ જોવા જઉ તો જેટલો તારો સપોર્ટ એના કરતાં વધારે આપણા મમ્મી-પપ્પાનો જેમણે મને ક્યારેય વહુ નહિ પણ હંમેશાં દીકરી જ માની છે.

બસ એવી જે ઇચ્છા છે કે આપણુ આગળનું જીવન પણ આટલી જ હસીખુશી પસાર થાય જેટલું અત્યારે છે.

-તારી અને માત્ર તારી ખુશી