Courtesy: Nykaa.com
દરેક મેકઅપ પ્રેમી એ હકીકતને તો સ્વીકારશે જ કે લિપ્સ્ટીકનો એકદમ યોગ્ય શેડ તમારી સુંદરતામાં સૌથી વધારે નિખાર લાવી દે છે. લિપ્સ્ટીક એટલે તમારા બ્યુટી રૂટિનનો આખરી ક્રમ. મેકઅપમાં એનું મહત્ત્વ સૌથી વધારે હોય, અને એમાં ચર્ચાની કોઈ જરૂર જ નથી. અમે તો અહીંયા લિપ્સ્ટીક વિશેની તમામ પ્રકારની વાતો કરવા માગીએ છીએ, તો આવો સખીઓ અમારી સાથે જોડાઈ જાવ.
સૌપ્રથમ તો, તમને જણાવીએ વિવિધ પ્રકારની લિપ્સ્ટીક ફોર્મ્યુલા વિશે. કારણ કે, યોગ્ય લિપ્સ્ટીક પસંદ કરતા પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે લિપ્સ્ટીક મેકઅપ એટલે શુંઃ
મેટ લિપ્સ્ટીક
પાઉટ કરવા માટે મેટ લિપ્સ્ટીક એકદમ ઉત્તમ ગણાય. આ ફોર્મ્યુલા થોડીક સુકી હોય એવું લાગે, પણ એ વેલવેટી ટેક્સ્ચર અને મેટ ફિનિશવાળું હોય છે. હોઠને રંગવા માટે ઉત્તમ છે, કારણ કે એમાં રંગને લગતા ઘણા ફાયદા છે.
નાયકાની સલાહ છેઃ
Nykaa So Matte Lipstick Collection
લિપ ક્રીમ
લિપ ક્રીમ્સ મોઈશ્ચરાઈઝિંગમાં ઉત્કૃષ્ટ છે, કારણ કે એ મીણની બનાવેલી હોય છે અને એમાં તેલની માત્રા વધારે હોય છે. દરરોજ કોઈ પણ પ્રકારનાં વસ્ત્રો સાથે આ પરફેક્ટ જામે છે. ક્રીમ ફોર્મ્યુલેશન્સ મેટ અને ગ્લોસીની વચ્ચેનું કહી શકાય.
નાયકાની સલાહ છેઃ
SUGAR Never Say Dry Crème Lipstick
લિપ ક્રેયોન
આ ગોળમટોળ સ્ટિક્સ એક સાથે અનેક પ્રકારનું કામ કરે છે. એ તમારાં હોઠ પર લાઈન બનાવે, હોઠને ભરી દે અથવા હોઠ પર ચળકાટ સાથેનો થર પણ બનાવે. આ સુંદર ચીજ લિપ્સ્ટીક મેકઅપમાં દરેક પ્રકારનું કામ કરે છે. વળી, જે સ્ત્રીઓ સતત ઉતાવળમાં હોય એમને માટે તો આ એકદમ સરસ છે, કારણ કે એ લગાડવામાં ખૂબ આસાન છે.
નાયકાની સલાહ છેઃ
લિપ ગ્લોસ
લિપ ગ્લોસીસ વધારે આકર્ષક અને વધારે ચમકદમક લાવે છે. આ સૂકા અને પાતળા હોઠ માટે બહુ જ સરસ છે. લિપ ગ્લોસ ચોખ્ખું અને પૂર્ણ-લુકવાળું પાઉટ કરવા માટે ઉત્તમ છે. મોઈશ્ચર અને તેજ વધારનાર હોવાથી રાતના એકદમ ભવ્ય કાર્યક્રમ માટે અમારા મતે આ સર્વોત્તમ છે.
નાયકાની સલાહ છેઃ
Wet n Wild MegaSlicks Lip Gloss
લિપ સ્ટેન
કદાચ આ એકમાત્ર એવું સ્ટેન છે જે દેખાય તો પણ આપણને એની સામે કોઈ વાંધો નહીં લાગે, કારણ કે આ એવો સુંદર રંગ છે જે જલદી ભૂંસાતો નથી. તમને જો એવી કુદરતી લાલી જોઈતી હોય જે તમારા ચહેરા પર ન હોય છતાં સરસ લાગે તો આના સિવાય બીજું કંઈ શોધતા નહીં. વળી, ચીક સ્ટેન તરીકે ઉપયોગ માટે પણ આ ઉત્તમ છે.
નાયકાની સલાહ છેઃ
લિપ લાઈનર
લિપ લાઈનર્સ લગાડવા માટેનો મૂળ ઉદ્દેશ્ય તમારા પાઉટને દર્શાવવાનો અને બોલ્ડ રંગોને ફેલાતા અટકાવવાનો છે. આ પાતળી સ્ટિક્સ એમાં ખરેખર બહુ જ ઉપયોગી છે. આજકાલની મેકઅપ લવર્સ એમના હોઠ પર પહેલા લાઈન કરવા અને પછી એમાં રંગ ભરી દેવા માટે આ પાતળી પેન્સિલ્સનો ઉપયોગ કરવાનું બહુ જ પસંદ કરે છે. ટુ-ઈન-વન!
નાયકાની સલાહ છેઃ
Miss Claire True Colour Contour Waterproof Lip Liner
લિક્વિડ લિપ્સ્ટીક
મેજિક સ્ટિક્સ વિશે વાત કરીએ. આ શરૂઆત કરે છે કે ચમકદાર ટેક્સ્ચરથી, પણ એ લગાડ્યા પછી બની જાય છે મેટ અથવા સેમી-મેટ ફિનિશવાળી, જે લાંબા સમય સુધી ટકે છે. લિપ્સ્ટીકના સમુહમાં આ મેટ ચમત્કાર એકદમ ડિમાન્ડમાં છે.
નાયકાની સલાહ છેઃ
Nykaa Matte To Last ! Liquid Lipstick
લિપ્સ્ટીક કેવી રીતે લગાડવી? લિપ્સ્ટીક લગાડવાનું લગભગ આપણા સૌને માટે આસાન કામ છે તે છતાં કેટલીક સ્ત્રીઓ કદાચ ઈચ્છતી હશે કે લિપ્સ્ટીક લગાડવાનું એમને ક્રમવાર શીખડાવવામાં આવે. તો અહીં પ્રસ્તુત છે લિપ્સ્ટીક મેકઅપનું માર્ગદર્શનઃ ૧. લિપ્સ્ટીકને યોગ્ય રીતે લગાડતા પહેલા એની તૈયારી કરવાનું વધારે મહત્ત્વનું છે. તમારા ચહેરાની જેમ જ તમારા હોઠને પણ સાફ કરવાનું મહત્ત્વનું છે. એ માટે હળવું લિપ સ્ક્રબ લો, જેમ કે Kiko Milano Lip Scrub, એનાથી મૃત કોષોને દૂર કરો અને તમારા પાઉટને મુલાયમ બનાવો. ૨. ત્યારબાદ લિપ્સ્ટીક માટે યોગ્ય આધાર તૈયાર કરો ટેક્સ્ચર અને કલર વધારનાર સુપરહિરો એવા લિપ પ્રાયમર વડે. તમારા હોઠમાં જો ફાટ કે છિદ્રો પડી ગયા હોય તો એેને લિપ પ્રાયમર એને દૂર કરી હોઠને લીસાં બનાવે છે, જેથી તમારાં હોઠ કોઈ રીટચ કર્યા વિના લાંબો સમય સુધી યથાવત્ રહી શકે છે. અમારી સલાહ છે NYX Professional Makeup Lip Primer ૩. હવે ધારો કે તમારા હોઠ એટલા બધા કુદરતી રંગવાળા હોય કે એકદમ તેજસ્વી લિપ શેડ્સ પણ એની પર નિસ્તેજ બની જાય તો તમે લિપ કન્સીલર લગાડો તો અસરકારક બને. જેમ તમે તમારા ચહેરા માટે બેઝ વાપરો છો એવી જ રીતે Innisfree Tapping Lip Concealer લગાડો, જે હોઠના કુદરતી રંગને ઘટાડી દે જેથી તમે બોલ્ડેસ્ટ પાઉટ પણ કરી શકો. ૪. પાઉટનું પરફેક્શન લાવવા માટે, તમારે તમારા હોઠને સરખા રાખવા પડે. ઘણા લોકો આની અવગણના કરતા હોય છે, પણ લિપ લાઈનર બહુ સરસ કામગીરી બજાવી શકે છે. એને લીધે તમારી લિપ્સ્ટીક ઓગળતી નથી, આખો દિવસ એમ જ રહે. ક્લાસિક રેડ પાઉટ માટે અમારી સલાહ છે Wet n Wild Perfect Pout Gel Lip Liner – Red The Scene. ૫. છેલ્લે, લિપ્સ્ટીકના ઉપયોગનું માર્ગદર્શન તમારા આ લિપ સુપરસ્ટાર વિના અધૂરું જ ગણાય. છેલ્લે ક્લાસિક રેડ લિપ્સ્ટીક લગાડો જેમ કે Colorbar Velvet Matte Lipstick – FUSHIA FIX અને સૌનું ધ્યાન તમારી તરફ ખેંચો. |
તમે પૂછો સવાલ, અમે આપીએ જવાબ છેલ્લે, હવે સમય છે લિપ્સ્ટીક મેકઅપ વિશે બહુ પૂછાતા હોય છે એવા સવાલોનો. એની સાથે જ લિપ્સ્ટીક અંગેની ટિપ્સ પણ પ્રસ્તુત છે. સવાલઃ લિપ્સ્ટીકને લાંબો સમય સુધી કેવી રીતે રાખી શકાય? જવાબઃ લાંબા સમયની અસર માટે એક બ્લોટિંગ પેપરને તમારા હોઠ વચ્ચે મૂકો અને રીએપ્લિકેશન વચ્ચે એને એક સાથે દબાવો. તમારા પાઉટ ફરતે એક ટીશ્યૂ પેપર પણ મૂકી શકો અને….. સેકન્ડ લેયર બનાવો એની પહેલાં …… સવાલઃ લિપ ગ્લોસને મેટમાં કેવી રીતે બદલી શકાય? જવાબઃ તમે લિપ ગ્લોસ લગાવો તે પછી બ્લોટિંગ વડે ચમકને દૂર કરી શકાય. ત્યારબાદ એક સ્પોન્જ એપ્લિકેટરને તમારા લૂઝ પાવડરમાં ડૂબાડો અને એને તમારા હોઠ પર લગાવી દો. જો તમારે રંગ વધારે ડાર્ક કરવો હોય તો આ જ ક્રિયાને ત્યાં સુધી રિપીટ કરો જ્યાં સુધી તમારી ઈચ્છા પ્રમાણેનો મેટ લુક ન આવે. સવાલઃ મેટ લિપ્સ્ટીકને ગ્લોસીમાં કેવી રીતે બદલવી? જવાબઃ તમને ગમે એ લિપ્સ્ટીક પસંદ કરો, એને મેશ કરો, એમાં થોડોક ક્લીયર લિપ બામ અને ક્લીયર ગ્લોસ મિક્સ કરો અને તમને મળી જશે લિપ ગ્લોસ. સવાલઃ મેકઅપના અન્ય પ્રોડક્ટ્સ માટે હું લિપ્સ્ટીકનો એક વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકું? જવાબઃ ચોક્કસ, તમે કરી શકો! તમે તમારા ફેવરિટ લિપકલરને બ્લશ અથવા આયશેડો તરીકે વાપરી શકો છો. તમે તમારા ચહેરાને કોન્ટુર કરવા માટે ન્યૂડ શેડ્સ વાપરી શકો અથવા કલર કરેક્ટર્સ તરીકે ચમકદાર શેડ્સ વાપરી શકો છો. |