એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત, રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સિક્વલની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ ગઈ છે. જે બાદ દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે. આ મામલે વધારે જાણકારી આપવામાં આવી નથી, પરંતુ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. લેખક વિજયેન્દ્ર પ્રસાદે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે ‘RRR’ના બીજા ભાગ ‘RRR 2’ પર કામ ચાલી રહ્યું છે. હવે આ સમાચાર બાદ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે.
એસએસ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે જણાવ્યું છે કે, “અમે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ની સિક્વલ બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. આ ફિલ્મમાં બંને અભિનેતા હશે અને તેને હોલીવુડના ધોરણો અનુસાર બનાવવામાં આવશે. આ ફિલ્મ માટે એક હોલીવુડના નિર્માતાને પણ સામેલ કરી શકાય છે. આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી નહીં કરે, પરંતુ તેમની દેખરેખમાં કોઈ અન્ય કરશે.”
આ ફિલ્મ રાજામૌલી દ્વારા ‘SSMB 29’ને પૂર્ણ કર્યા પછી જ શરૂ કરાશે, જે ઇન્ડિયાના જોન્સની તર્જ પર હતી. આ ફિલ્મના સ્ટાર્સ મહેશ બાબુ અને વિજયેન્દ્ર પ્રસાદે ખુલાસો કર્યો કે આ ફિલ્મ (SSMB 29) ‘RRR’ કરતા ક્યાંય મોટી હશે. લેખકે એમ પણ કહ્યું કે ફિલ્મ ‘SSMB 29’ પૂરી કર્યા પછી રાજામૌલી ‘મહાભારત’ પર કામ શરૂ કરશે.
વિજયેન્દ્ર પ્રસાદે ઇન્ટરવ્યુ દરમિયાન SSMB29 વિશે પણ ખુલીને વાત કરી છે. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે SSMB29થી ‘RRR’ જેવા રેન્જની અપેક્ષા છે, તો તેમણે કહ્યું કે આ તેનાથી પણ મોટી હશે. તેમણે આગળ કહ્યું, ‘SSMB29 એક એડવેન્ચર ફિલ્મ છે અને તે RRR કરતાં ઘણી મોટી હશે.’
આપને જણાવી દઈએ કે, રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ઓસ્કાર જીતનારી પહેલી ભારતીય ફીચર ફિલ્મ છે. એમએમ કીરવાનીના ખાસ ગીત ‘નાટુ નાટુ’ને 95માં એકેડેમી એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ મળ્યો હતો. મેગા-બ્લોકબસ્ટર ફિલ્મને એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી અને તેમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહિત અન્ય ઘણા કલાકારો હતા.