ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર ફસાયાઃ પત્નીએ કર્યો દહેજનો કેસ

બેંગ્લોરઃ ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર સચિન બંસલ વિરુદ્ધ તેમની પત્ની પ્રિયાએ દહેજનો કેસ કર્યો છે. પોલીસે જણાવ્યું કે, ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલની પત્ની પ્રિયાએ બેંગ્લોરના કોરમંગલા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ દહેજનો કેસ નોંધાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એફઆઈઆરમાં પ્રિયા બંસલે આરોપ લગાવ્યો કે લગ્ન બાદ એ નક્કી કરવામાં આવ્યું કે હું મારા પતિ સાથે રહીશ. લગ્ન પહેલા સાસરીના લોકો મારા ઘરે આવ્યા અને દહેજની માંગણી કરી. મારા પતિ અને સાસરીના લોકો મને લગ્ન માટે માનસિક અને શારિરીક પીડા આપતા રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, જ્યારે મારી બહેન રાધિકા ગોયલ દિલ્હીમાં હતી, ત્યારે સચિને તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું. સચિને મારા નામની તમામ સંપત્તિઓ ટ્રાન્સફર કરવાના પ્રયત્નો કર્યા હતા અને જ્યારે મેં ના પાડી તો સચિને 20 ઓક્ટોબરના રોજ મારું શારિરીક શોષણ કર્યું હતું. આટલું જ નહી પરંતુ મને મારા સાસરી પક્ષના લોકો તરફથી માનસિક અને શારિરીક યાતનાઓ સહન કરવી પડી છે.