ચાઇલ્ડ લેબર કોન્ફરન્સમાં ભાગ લેવા હું થોડા દિવસો માટે આર્જેન્ટિના ગઈ હતી. બ્યુનોસ એર્સમાં મોટા રસ્તાઓ અને ભારતમાં છે એવાં જ લીલાછમ વૃક્ષો હતાં. જાકાર્ડા ફૂલોની સિઝન (જાંબલી ફૂલો) હતી અને હવામાં મેગ્નોલિયા ફૂલોની સુગંધ શહેરભરમાંથી આવતી હતી. દિલ્હીમાં ગૂંગળામણનો અનુભવ કર્યા પછી મને એવું લાગતું હતું કે હું ફરીથી તાજી હવામાં શ્વાસ લઈ રહી છું.
એક સવારે મિટીંગમાં જતી વખતે મેં એક નવી વસ્તુ જોઈ. કેટલાક યુવાનો પંદરેક કૂતરાઓને લઈને ગાર્ડનમાં વોક કરી રહ્યા હતા. કેટલાક લોકો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો ફૂટપાથ પર ચાલી રહ્યા હતા. આ લોકો નાનાં-મોટા કૂતરાંઓને લઈને ફરી રહ્યા હતા. મેં જોયું કે કૂતરાઓનાં ઓછામાં ઓછાં 14 જૂથો રસ્તા પર એક તરફ ચાલી રહ્યા હતા.
ડ્રાઇવરે મને કહ્યું કે શહેરમાં આ સામાન્ય બાબત છે. અહીં યુવાનો કૂતરાઓની કંપનીમાં જોડાય છે. તેમને કૂતરાઓને કેવી રીતે હેન્ડલ કરવા, કેવી રીતે પકડવા, એમને કેવી રીતે બોલાવવા વગેરે માટે તાલીમ આપવામાં આવે છે. આ કંપનીઓ તેમને ડોગ વોકિંગનો ડિપ્લોમા પણ આપે છે. આ વોકર્સને ટ્રાફિક અકસ્માતમાં કૂતરાને પ્રાથમિક સારવાર આપવાનું પણ શીખવવામાં આવે છે.
કૂતરા માટેની એપ
આવી કંપનીની એક એપ છે. આ એપમાં તમને કૂતરા સાથે ચાલવાનો, થોભવાનો સમય પણ જોઈ શકો છો. તમારો કૂતરો જ્યાં લઈ ગયો હતો- એનો નકશો અને કૂતરાની પીપી, છી અને પાણી પીવાનો બ્રેકનો સમય પણ આપે છે. તમને એના ફોટો અને ક્યારેક તમારા કૂતરાને શું જોઈએ છે, એના વિશેની વાત કરતી એક નોટ પણ તમને મળે છે.
કંપનીઓ પાળતુ પ્રાણી ટેક્સીઓ જેવી સેવાઓ આપે
વોકિંગ સિવાય કંપનીઓ પાળતુ પ્રાણી ટેક્સીઓ જેવી સેવાઓ આપે છે, જે કૂતરાને ચોક્કસ દિવસોમાં અથવા ઇમર્જન્સી સર્વિસ તરીકે પશુ દવાખાનામાં પણ લઈ જશે. ઘર માટે પશુઓના ડોક્ટર વિઝિટ કરીને કૂતરાની દિવસ દરમ્યાન સંભાળ લેશે અથવા ઓફિસ જતા કે વીકએન્ડમાં કૂતરાની સારસંભાળ રાખશે. આ ઉપરાંત કંપનીની વ્યક્તિ દિવસમાં બે વાર કૂતરાની તપાસ કરવા બે વાર ઘરે આવશે.
આ કંપનીઓ નોંધણી કરાવે છે, સંપૂર્ણ વીમો લેવામાં આવે છે અને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે. કંપનીના કર્મચારીના દરેક સભ્યને તાલીમ આપવામાં આવે છે. પછી ભલે કોઈ યુવાન ઉનાળાની રજામાં કામચલાઉ કામ કરતો હોય અને તે પોલીસમાં પણ નોંધાયેલો હોય છે. કંપનીમાં પેટ સિટર્સ અને કૂતરાને ફરવા લઈ જનારા- બંને દ્વારા પાળતુ પ્રાણીઓને માવજત કરવામાં આવે છે.
કૂતરાને ચલાવવા માટે અડધા કલાક માટે અલગ-અલગ ચાર્જ છે. એ બીજો ચાર્જ છે, જે જાજરુ યાત્રા માટે લઈ જવાતા કૂતરા માટે ઓછો ચાર્જ વસૂલવામાં આવે છે. એક ચોક્કસ સમયે જેતે વ્યક્તિ તમારા ઘરે આવશે અને તમારા કૂતરાને બહાર ફરવા લઈ જશે. એ પછી કૂતરાની બધી દૈનિક પ્રવૃત્તિ પતાવ્યા પછી જ એ તમારા ઘરે કૂતરાને મૂકી જશે. પાળતુ પશુની વિઝિટ, પેટ ટેક્સી અને ડોગ ડે-કેરની સારસંભાળની વિગતો તમને એક કાર્ડમાં આપવામાં આવશે.
કેટલીક વખત તમે જ્યારે કામમાં હો છો ત્યારે બપોરે લંચ લેવા પણ ઘરે નથી જઈ શકતા, પણ તમારો ડોગ-વોકર એ સમયે આવી શકે છે, જે કૂતરાને 30 મિનિટ ફરવા લઈ જઈ શકે. મોટા ભાગની કંપનીઓ તમારી જરૂર પ્રમાણે કૂતરા માટે સમય ફાળવે છે અને કેટલાક લોકો ડોગ-વોકર દિવસમાં ત્રણ-ચાર વાર ફાળવે છે. તમે તમારી સુવિધા અનુસાર એને બોલાવી શકો અથવા વિઝિટ રદ કરાવી શકો છો. એટલે સુધી કે તમારા ડોગને રમવાની તારીખોનું પણ આયોજન કંપનીઓ કરી આપે છે. આ ઉપરાંત, કંપનીઓ તમારા ડોગને એના મિત્રને (મોટા ભાગે મેટિંગ માટે ) મળવાની વ્યવસ્થા કરી આપે છે. જે લોકો આ પ્રકારની સર્વિસ આપે છે, એમને પહેલાં ડોગ વોકરથી મળાવાય છે અને એમની કામગીરી જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
તમારી પાસે જે કૂતરો એની ઉંમરને ધ્યાનમાં રાખીને કંપનીઓ વ્યક્તિને મોકલે છે, જો તમારા ડોગ જૂનો અને વધુ ઉંમરનો હોય તો એને તમારા બ્લોકની આસપાસ જ ફેરવવામાં આવે છે, પણ એ જો ડોગ યુવા હોય તો એક ઝડપથી ચાલતા ફિટ નવ યુવાનને વોક કરવા માટે મોકલવામાં આવે છે. કંપનીઓ એની સેવાઓ આ બધાં પાસાં જોઈને એમની સર્વિસ આપે છે. જો તમારી પાસે એક જૂનો ડોગ છે, જે બહુ દૂર નથી જઈ શકતો તો એના માટે સરળ પગપાળા રસ્તા પર એને વોક કરાવવામાં આવે છે. જો તમારી પાસે પપી (નાનો ડોગ) છે તો એને ટોઇલેટની તાલીમ પણ આપવાની જરૂર પડે છે. એને ખવડાવવાની અને એને ટોઇલેટની તાલીમ માટે લઈ જાય છે. કેટલીક કંપનીઓ વિવિધ ચીજવસ્તુઓ ઓફર કરે છે. આ કંપનીઓ ડોગને સિટી વોક એટલે કે ચોક્કસ સમયે વોકિંગ કરવા લઈ જાય છે, જેમાં તેમને એક પટ્ટા પર લાંબા સમય સુધી ચલાવવામાં આવે છે, પરંતુ તેઓ ગ્રુપ એડવેન્ચર વોકની સર્વિસ પણ આપે છે, જ્યાં ડોગને દોડાવવામાં આવે છે અને એને જ્યારે પાછો બોલાવવામાં માટે પણ તાલીમ આપવામાં આવે છે.
ડોગની ચોરી
બ્યુનોર્સ એર્સની એક નકારાત્મક વાત કઈ છે? અહીં ડોગની ચોરી થાય છે, જે ડોગ ચોરે છે અને એને કૂતરાના પ્રજનનકારોને વેચી દે છે. તે ગ્રુપ ડોગ વોકરનું પાલન કરે છે અને તક મળતાં તેઓ જુએ છે કે જે લોકો સાવધાન નથી, તેમના ડોગ છીનવીને લઈ જાય છે, પણ મેં જે લોકોનો ઇન્ટરવ્યુ લીધો હતો, તેમના અનુસાર મોટા ભાગે પોલીસ દ્વારા ચોર પકડાઈ જાય છે. જો કે કંપની દ્વારા વીમો પણ લેવામાં આવે છે. માલિકને ડોગ ગુમાવ્યા બદલ તાત્કાલિક વળતર મળે છે.
કેટલીક વાર એમ થાય કે આ બધું ભારતમાં શરૂ થવાની જરૂર છે. હું મારી હોસ્પિટલમાં ફોન કરવાવાળા લોકોથી ત્રાસી ગઈ છું, કેમ કે તેઓ તેમના ડોગને છોડી દેવા ઇચ્છે છે. સિનિયર સિટિઝન્સના ફોન આવે છે કે આ મારાં બાળકોનાં કૂતરા છે અને હવે તેઓ ચાલ્યા ગયા છે, જેથી એમને લઈ જાઓ. અમે એની સારસંભાળ નથી કરી શકતા, કેમ કે અમે વૃદ્ધ થઈ ગયા છીએ. આ લોકોને આ પ્રકારની સર્વિસની જરૂર છે. ડોગને કસરતની જરૂર હોય છે. એને માનસિક અને શારીરિક રીતે સતર્ક રાખવાની અને એને ઓબેસિટી અને વર્તન સંબંધિત મુદ્દાઓને અટકાવવાની જરૂર હોય છે. ડોગ્સને એ રીતે તાલીમ કરવા જરૂરી છે, જેથી એ તમને અનુકૂળ થાય. એને પોતાનું જમવાનું આપે છે અથવા એમને બાથરૂમ માટે બહાર ફરવા લઈ જાય છે અને એની પાછળ સાફસફાઈ કરે છે, જેથી પડોશીઓ તમારાથી ચિઢાય નહીં. ભારતનાં શહેરોમાં આ પ્રકારની કંપનીઓની જરૂર છે.
જો કે, ભારતમાં કેટલીક નવી બાબતોની શરૂઆત થઈ છે. જેમ કે નોએડામાં પોશ નામની એક કંપની છે, જે વિકલાંગ, લકવાગ્રસ્ત, વાગ્રસ્ત કૂતરા માટે ફિઝિયોથેરપી કરે છે. આમાં એક સ્વિમિંગ પૂલ અને માલિશ સ્પેશિયલિસ્ટ પણ હોય છે. હું દર મહિને સંજય ગાંધી એનિમલ કેર સેન્ટરમાં ત્રણ કૂતરાને મફતમાં રાખું છે અને જોઉં છું કે શું આપણે એમનાં દુઃખદર્દ દૂર કરી શકીએ છીએ.
જો કોઈ કંપની શરૂ કરવા ઇચ્છે તો મારી પાસે કમસે કમ એવા 20 યુવાન છે, જે પ્રતિ સપ્તાહ દિલ્હીના સિલેક્ટ સેન્ટરમાં કૂતરાને દત્તક લે છે અને સ્વેચ્છાએ કામ કરે છે. જેમને યોગ્ય રીતે તાલીમ આપવાની અને કર્મચારી બનવાનો આનંદ આવે છે.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)