સુરત: કોરોનાના હાહાકાર બાદ સુરતનો હિરા ઉદ્યોગ નરમ ગરમ પરિસ્થિતીમાંથી નીકળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત સુરતના હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદી જોવા મળી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી છે. પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% તો પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11% નોંધાઈ છે.આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત સૂત્રોનુ માનીએ તો, કેટલાક રત્નકલાકારોના પગારમાં પણ ઘટાડો થયો છે તેવો આક્ષેપ કારીગરો કરી રહ્યાં છે. જેનાથી 17 લાખ રત્નકલાકાર સંકટમાં મૂકાયા છે,તો બે લાખ નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે,18 મહિનામાં 45એ આપઘાત કર્યાની શક્યતા છે. સુરતના હીરા વેપારીઓ માને છે કે,જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે તો આર્થિક મંદીથી માત્ર 30 થી 32% ટાર્ગેટ શકય બન્યો છે. હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા હતી આ ઉપરાંત ચાઇના – હોંકોંગ આર્થિક મંદી, રશિયા – યુક્રેન યુદ્ધ અને અમિરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર ઠપ હતો. અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની મળી આશા,જેમ્સ જ્વેલરીના એક્સપોર્ટનો ટાર્ગેટ 42 બિલિયન ડોલર હતો જે આર્થિક મંદીના કારણે 33 બિલિયન ડોલર સુધી જ પહોંચી શક્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા 2027 સુધીમાં એક્સપોર્ટ માટે 75 બિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે.
સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.પ્રમોશન કાઉન્સિલના આકડા જ ચોંકાવનારા છે.ઓગસ્ટ 2023માં 12.02 મિલિયન કેરેટ કાચા હીરાની આયાત તો ઓગસ્ટ 2024માં કાચા હીરાની આયાત ઘટી છે.ઓગસ્ટ ૨૦૨૪માં ફક્ત 5.56 મિલિયન કેરેટ થઇ ગઇ છે.વિશ્વના દર 10માંથી 9 કાચા હીરા સુરત આવે છે.સુરતથી અમેરીકા,સ્વીટ્ઝલેન્ડ, યુકે,ચીન, દુબઈ વગેરે જેવા દેશોમાં ફિનિશ્ડ ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે. ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે. ઘણા ખરા નિયમો બદલવાને કારણે પણ હીરા ઉદ્યોગમાં મંદીનો મોહલ જોવા મળી રહ્યો છે.