નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર વકફ બોર્ડને નિયંત્રિત કરવાવાળા 1995ના કાયદામાં ફેરફાર કરે એવી શક્યતા છે. એના માટે સંસદમાં વિધેયક લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને પગલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ભડકી ગયું છે. આ પહેલાં શુક્રવારે કેબિનેટની બેઠકમાં વકફ એક્ટમાં 40 સંશોધનના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.
સંસદમાં સંશોધન વિધેયક પસાર થયા પછી વકફ બોર્ડની અનિયંત્રિત શક્તિઓ ઓછી થઈ જશે. નવા સંશોધનમાં મહિલાઓને પણ સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ બધાં રાજ્યોની સાથે-સાથે કેન્દ્રીય કાઉન્સિલમાં પણ બે મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે.
વકફ બોર્ડમાં સંશોધનવાળું બિલ હજી સંસદમાં રજૂ નથી થયું, પણ એને લઈને હંગામો પહેલેથી જ મચી ગયો છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બો બોર્ડે એના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે રકે વકફ એક્ટ 2013માં કોઈ પણ એવો ફેરફાર, જેનાથી વકફની સંપત્તિની હેસિયત અને પ્રકૃતિ બદલાઈ જાય અને એને હડપવી સરકાર કે કોઈ વ્યક્તિ માટે સરળ થઈ જાય- એક ધરાર કબૂલ નથી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બો બોર્ડે નિવેદન જારી કર્યું છે, એમાં કહેવામાં આવ્યું છે કે વકફ એક્ટમાં કોઈ ફેરફાર મંજૂર નથી.
વકફ બોર્ડ પાસે કુલ કેટલી સંપત્તિ?
દેશમાં રેલવે અને કેથલિક ચર્ચ પછી સૌથી વધુ જમીન છે તો એ વકફ બોર્ડની પાસે છે. હાલમાં વકફ બોર્ડ પાસે દેશમાં 9.40 લાખ એકર જમીન છે. ખાસ વાત એ છે કે 2009માં એ જમીન માત્ર ચાર લાખ એકર હતી, પણ 14 વર્ષમાં જમીન બે ગણાથી પણ વધુ થઈ છે. આ જમીનોમાં મોટા ભાગે મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનને નામે છે.
કોંગ્રેસ સરકારમાં વકફ બોર્ડને પ્રોત્સાહન
વકફ બોર્ડના પાવરને 1995માં નરસિંહા રાવ સરકારે વધાર્યા હતા. કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે એના અધિનિયમમાં અનેક ફેરફાર કર્યા હતા. સૌથી પહેલી વાર વકફ બોર્ડ અધિનિયમ 1954માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સરકારમાં વકફ બોર્ડના નિયમોમાં ઘણી છૂટ આપવામાં આવી હતી.