લીલાવતી લાલજી દયાલ હાઇ. અને કોલેજ ઓફ કોમર્સના 90માં વર્ષની ઉજવણી કરાઈ

લીલાવતી લાલજી દયાલ હાઇસ્કૂલ અને કોલેજ ઓફ કોમર્સનું 90 મું વર્ષ તાજેતરમાં સોફિયા કોલેજના સભાગૃહમાં ખૂબજ ધામધૂમથી નાટક અને સંગીતમય રીતે ઉજવવામાં આવ્યું હતું. આ વર્ષે સંસ્થાએ જૂન 202માં તેનું 90 મું વર્ષ પૂર્ણ કર્યું હતું. આ વર્ષે સંસ્થાને સરકાર તરફથી ગુજરાતી ભાષાકીય લઘુમતીનો દરજજો પણ મળ્યો છે.

લીલાવતી લાલજી દયાલ હાઇસ્કૂલ અને કોલેજ ઓફ કોમર્સ કોલેજનો સમૃદ્ધ ઇતિહાસ છે. જયાં છેલ્લા 90 વર્ષથી તે ગુજરાતી માધ્યમથી લઈ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા ઈચ્છતા લોકોને શિક્ષિત કરી રહી છે. બાળક સંસ્થામાં પૂર્વપ્રથમિક વિભાગમાં પ્રવેશ મેળવી ઉચ્ચ માધ્યમિક મહાવિધાલય સુધીનો અભ્યાસ પૂર્ણ કરી બહાર આવે છે.તેમજ કોમર્સમાં ડિગ્રી સાથે પાસ થઈ શકે છે. એટલુ જ નહીં, આ સંસ્થા બેચલર ઓફ ફાઇનાન્સ(BAF) માં વ્યવસાયિક અભ્યાસક્રમો અને વિધાર્થીઓ માટે તેના અભ્યાસક્રમો તરીકે બિઝનેસ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)પણ પ્રદાન કરે છે.
સંસ્થા ધોરણ-5 થી 10 સુધી વિનામૂલ્ય- કોઈપણ ફી વિના ગુજરાતી માધ્યમનું શિક્ષણ આપે છે. જેમાં પુસ્તકો, ગણવેશ, મધ્યાહન ભોજન, શિક્ષણને લગતી દરેક વસ્તુનો ખર્ચ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવે છે.

સેવાનું સન્માન

આ કાર્યક્રમ પહેલા બપોરે ૧.૩૦ વાગ્યાથી શાળાના બાળકોને રંગારંગ વેશભૂષા સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાનું ગીત પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પૂર્વપ્રાથમિકથી લઈ માધ્યમિક સુધીના સર્વ વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્કુલના ચેરમેને આ સમારંભનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. કીર્તિ કુમાર દયાલ અને ટ્રસ્ટના અન્ય સભ્યોએ પણ આ પ્રસંગે સંસ્થામાં જેમણે 25 વર્ષ કે તેથી વધુ વર્ષ અખંડ સેવા આપી છે તેવા સ્ટાફ સભ્યનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં લીનતા બિટલીગુ, માસુમા કાઝી, ભગવાન રાઉત, અનુરાધા વસલ, ચંદરભૂષણસિંહ, વિપુલા પાટિલ, પ્રિયંકા પાંચાલ, શાળાના પ્રાચાર્ય જયપ્રકાશ મૌર્ય સહિત તમામને અથાગ પરિશ્રમ બદલ સ્નમાનિત કરવામાં આવ્યા હતા.

શોના એન્કર જેનિફર ડિકુઝ અને નદા પટેલ હતા. જેમણે વિધાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા નાટક અને નૃત્યના પર્ફોમર્સ માટે પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર ઇવેન્ટ્ની કલ્પના નૃતેશ્વર એકેડેમીના કોરિઓગ્રાફર દ્વારા કરવામાં આવી હતી. તેઓએ અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે કાર્યક્રમ રજૂ કર્યો હતો. સંસ્થાની 90 માં વર્ષની ઉજવણીમાં બિઝનેસ જગતના ઘણા મહાનુભાવો તેમ જ ભૂતપૂર્વ સ્ટાફસભ્યો મોટી સંખ્યામાં આવ્યા હતા. દરેકે આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.