કબીરવાણી: અહંકાર છોડો…

 

કબીર હરિરસ બરસીયા, ગિરી પરવત શિખરાય,

નીર નિવાનું ઠાહરે, ના વહ છાપર ડાય.

 

કવિવર રવીન્દ્રનાથે પ્રાર્થના કરી છે કે, “જીવન જખન સૂકાયે જાયે, કરૂલા ધારાય અસો’’, ઈશ્વરકૃપા તો સહેવ સર્વન વરસતી જ રહે છે. કબીરજી કહે છે કે, હરિરસરૂપી વર્ષા પર્વતો, ડુંગરો, શિખરો પર થયા જ કરે છે. પાણી આ ઊંચી જગ્યાએ રોકાતું નથી પણ વહીને નીચેના ભાગમાં ઠરીકામ થાય છે. સરોવરનો આકાર ધારણ કરે કે ખળખળ કરતી નદીમાં વહી સમુદ્રમાં ભળે છે. માનવી ધન, સ્થાન કે જન્મથી ગર્વ કરી અહંકારની ચોટી પર બિરાજે છે તે પ્રભુની નજીક જઈ શક્તો નથી.

 

આપણે તો શબ્દપ્રયોગ કરીએ જ છીએ કે “નમે તે સીને ગમે.” નમ્રતાના માધ્યમથી જે વ્યક્તિ અન્યને પ્રિય થાય છે. નમ્રતાથી જ નફરતનો પરાજય થાય છે. રાવણ પાસે જ્ઞાન હતું, શક્તિ હતી, ધન હતું, અનુયાયીઓ હતા, દઢ મનોબળ હતું પણ અહંકારે તેની વિવેકબુદ્ધિ હણી લીધી. પોતાનો, પરિવારનો અને લંકાનો વિનાશ થવામાં તેનો અહંકાર કારણભૂત બન્યો. જ્ઞાન અને ભક્તિ માટે વ્યક્તિએ રજકણથી પણ અલ્પ બનતાં શીખવું પડે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)