વાર્ષિક રાશિ ભવિષ્યઃ વિક્રમ સંવંત ૨૦૭૭

ભાવિના ગર્ભમાં ડોકિયું કરવાની ઇચ્છા કોને ન થાય? એમાંય જ્યારે વિક્રમ સંવત કે અંગ્રેજી કેલેન્ડર શરૂ થાય ત્યારે નવું વર્ષ આપણા માટે, સમાજ માટે, દેશ માટે કે વિશ્વ માટે કેવું વીતશે એ જાણવાની ય જિજ્ઞાસા જાગે.

આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઇ  રહયું છે ત્યારે આ વર્ષનું રાશિવાર ફળ-કથન વાંચો જાણીતા જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી ના કલમ-ટીપણાંમાંથી… 

મેષ (અ,લ,ઈ) :

નભોમંડળની પ્રથમ રાશિ મેષ છે, જેના મલિક મંગળ મહારાજછે. વિક્રમ સંવંત ૨૦૭૭માં પનોતીની અસર નથી. શનિ મહારાજ દસમભાવમાં કર્મમાં થી પસાર થાય છે, વળી ગુરુ મહારાજ પણ કર્મમાં થી પસાર થઇ રહ્યા છે જેની સાથે પ્લુટો રહેશે વળી રાહુ મહારાજ આપની રાશિથી બીજે પસાર થઇ રહ્યા છે જે આર્થિક બાબતોમાં તમને ક્યારેક તકલીફ આપતા જોવા મળશે પરંતુ કર્મે રહેલા ગુરુ શનિ અને પ્લુટો તમને સતત એકટીવ રાખશે અને કર્મ બાબતમાં તમે જાગૃત રહી શકશો. આઠમેથી પસાર થતા કેતુ મહારાજ ક્યારેક તમને હતાશા આપશે પરંતુ તમે બહુ જલ્દીથી તેમાંથી બહાર આવી શકશો. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારા ચાન્સ આવી શકે છે. જે મિત્રો ઉચ્ચ અભ્યાસ માટે વિચારે છે તેમને થોડો વિલંબ થતો જોવા મળે. પ્રણયમાર્ગે ચાલનારા ને પણ શરૂઆતમાં થોડા અંતરાય આવે, પરંતુ ત્યાર બાદ સફળતા મળે.

વિવાહયોગ્ય મિત્રો માટે વર્ષનો ઉતરાર્ધ સારો ગણી શકાય. તમારે રૈવાજિક રીતે ચાલવા કરતા તમારી પોતાની કેડી કંડારવાની જરૂર વર્ષે રહેશે તો તમને ધારી  સફળતા મળશે, પરંતુ શેર સટ્ટા લોટરીથી દૂર રહેવાની સલાહ છે. સ્ત્રી વર્ગ માટે સમય એકંદરે સારો રહેશે, વિદ્યાર્થીવર્ગને પણ સફળતા મળે. વેપારીવર્ગ માટે મધ્યમ છે તો નોકરિયતવર્ગ માટે સમય સારો છે. તમારી પાસે ઘણી ઉર્જા છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ વર્ષે તમારે કરતા શીખવું પડશે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખી આગળ વધશો તો વર્ષમાં ધીમે અને મક્કમ પ્રગતિ કરી શકશો. વર્ષમાં દરરોજ સવારે ગણપતિ અથર્વશીર્ષનાં પાઠ કરવાથી અને પીપળે પાણી રેડવાથી ધાર્યા લાભ મેળવી શકશો.


 

વૃષભ (બ,વ,ઉ) :

વિક્રમ સંવંત ૨૦૭૭માં રાહુ આપની રાશિ પરથી પસાર થઇ રહ્યા છે. વર્ષમાં આપને પનોતીની અસર નથી. ગુરુમહારાજ નવમા ભાગ્યમાંથી પસાર થશે જેથી વર્ષ આપના માટે ઘણા સારા પરિવર્તનો લઇને આવી રહ્યું છે. સમગ્ર ગ્રહો વિષે જોઈએ તો શુક્રના ઘરની આપની વૃષભ રાશિ માટે વર્ષ ઘણી તકોથી ભરપૂર રહેશે. માટે તમારે મહેનત માટે કમર કસવી પડશે. ગ્રહો વર્ષે તમને ફેવર કરવા તૈયાર છે પરંતુ તમારે તે માટે પૂરતા સજાગ રહેવું પડશે. તમે વર્ષે ગાફેલ રહેશો તો તક ગુમાવશો નક્કી છે. સ્ત્રીવર્ગ માટે પણ વર્ષ ઉત્સાહજનક રહેશે તથા તેઓ તેમના ક્ષેત્રમાં આગળ વધી શકશે. વિદ્યાર્થીવર્ગે વર્ષે વધુ મહેનત કરવી પડશે. જે મિત્રો ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જવા ઇચ્છતા હોય તેમના માટે સારું રહેશે.

નોકરિયાતવર્ગને પણ વર્ષ એકંદરે સારું રહેશે જયારે વેપારીમિત્રો ને નવી ખરીદીમાં કાળજી રાખવી પડે. કોર્ટ કચેરીના મામલા હશે તો થાળે પડતા જોવા મળશે. ભાગીદારીમાં તમારે વર્ષે મધ્યમ રહેશે. વિવાહયોગ્ય મિત્રોને સારું પાત્ર મળે. પ્રણયમાર્ગે ચાલનારાને પણ સારું રહે. વર્ષે તમે ગણતરીપૂર્વકના સાહસ કરી શકશો. તમારા આરામદાયક કોચલામાં થી બહાર આવી તમે કામે લાગી જશોતો વર્ષ તમને ઘણી સફળતા અપાવનાર બનશે જો કે માથા પરનો રાહુ તમને ક્યારેક તમારી દિશાથી ભટકાવવા કોશિશ કરશે. માટે તમારે નિયમિત પાણી માં કાળા તલ પધરાવી શિવજીને અભિષેક કરવો.


મિથુન (,,) :

બુધના ઘરની મિથુન રાશિ માટે વિક્રમ સંવંત ૨૦૭૭ મિશ્ર પરિણામ લઈને આવી રહ્યું છે કેમ કે હાલ તમે નાની પનોતીમાં થી લોઢાના પાયે પસાર થઇ રહ્યા છો વળી રાહુ મહારાજ પણ બારમે છે જે તમને વારંવાર પ્રગતિમાં ખલેલ પહોંચાડે છે. બારમે રાહુ હોય ત્યારે કોર્ટ કચેરી બાબતમાં અને તબિયત બાબતમાં પણ કાળજી લેવી જોઈએ. વળી વર્ષે ગુરુ મહારાજ પણ તમારા અષ્ટમ સ્થાનમાંથી પસાર થઇ રહ્યા છે જે આપને વધુ મદદ કરી શકતા નથી માટે વર્ષે તમારે કોઈ પણ નિર્ણય બહુ સમજી વિચારીને લેવા જોઈએ. વિવાહયોગ્ય મિત્રોને વાતમાં વિલંબ થતો જોવા મળે.

પ્રણયમાર્ગે ચાલનારાને પણ સમજી વિચારીને ચાલવું પડે. દૂર ની યાત્રા રદ્દ થતી જોવા મળે, વળી વિદ્યાર્થીવર્ગે સફળતામાટે વધુ મહેનત કરવી પડે. નોકરિયાતવર્ગે ઉપરી અધિકારો સાથે અનબન નિવારવી પડે જયારે વેપારીવર્ગે પણ સમજીને સાહસ કરવા સલાહ છે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોએ થોડી રાહ જોવા પડેવળી જાહેરજીવનમાં પણ સમજીને ચાલવું પડે. કોઈ પણ બાબત બોલતા પહેલા ખુબ વિચાર કરવા સલાહ છે. હાલના ગોચર ગ્રહોને ધ્યાનમાં લઈને તમને દરરોજ સુંદરકાંડના પાઠ કરવા સલાહ છે જેથી પરિસ્થિતિ વધુ વિકટના બને. જો કે વર્ષમાં તમારી ધીમી પ્રગતિ ચાલુ રહેશે તે રાહતની વાત છે.


કર્ક (,) :

મનના અધિપતિ ચંદ્ર મહારાજની રાશિ કર્ક સ્વભાવે મૂડી અને લાગણીશીલ હોય છે. વળી મનમાં કોઈ વાત ઉતરી જાય તો તેઓ તે વાત જલ્દી છોડી શકતા નથી. ઘણી બધી રચનાત્મકતા ધરાવતી રાશિ વિક્રમ સંવંત ૨૦૭૭માં પનોતીની અસરમાં નથી, વળી બારમેથી રાહુ પણ જતો રહ્યો છે જે વર્ષને વધુ અનુકૂળ બનાવે છે. સોનામાં સુગંધ ભળે રીતે ગુરુ મહારાજ સાતમે થી પસાર થઇ રહ્યા છે, ભલે ગુરુ મહારાજ મકરમાં નીચસ્થ હોય પરંતુ સાતમે થી પસાર થતા હોવા થી તમારા મનોભાવ, પરાક્રમ અને આવકમાં વૃદ્ધિ કરનાર બને છે. વિવાહયોગ્ય મિત્રો માટે વર્ષ ઘણું શુભ રહેશે.

પ્રણયમાર્ગે ચાલનારા માટે પણ જાણે આકાશમાં મેઘધનુષ્ય છવાયું હોય તેવા રંગો થી ભરપૂર રહેશે. સગા સ્નેહી મિત્રોથી તમને લાભ થશે, પરંતુ તમારે તમારી લાગણીશીલતાને સમજીને થોડું પ્રેક્ટિકલ બનવું પડશે. વર્ષે મોટા ભાગના ગ્રહો તમારા માટે શુભ સમાચાર લઈને આવી રહ્યા છે તમારા ભાઈ ભાંડુની પણ પ્રગતિ થશે. વર્ષે તમે સ્થાવર મિલકત લઇ શકશો વળી ગણતરીપૂર્વક સાહસથી લાભ મેળવી શકશો. નોકરિયાતવર્ગને પ્રમોશનના ચાન્સ રહેશે જયારે વેપારીવર્ગને ઘણી સફળતા જોવા મળશે. તમારા પૈસાનું તમે યોગ્ય રોકાણ કરી વર્ષે લાભ મેળવી શકશો. વર્ષે વધુ પ્રગતિ માટે તમે વિષ્ણુસહસ્ત્રનામ ના પાઠ કરી શકો. આ વર્ષ અનેક રીતે તમારા માટે શુભ પુરવાર થશે.


સિંહ (,) :

આત્માના કારક સૂર્ય મહારાજની રાશિ સિંહ પણ વિક્રમ સંવંત ૨૦૭૭માં પનોતીની અસરથી મુક્ત છે જો કે છઠેથી પસાર થતા ગુરુ મહારાજ જોઈએ તેટલી મદદ નથી કરતા, વળી રાહુ મહારાજ કર્મ સ્થાનમાં થોડા ભ્રમ ઉભા કરે છે. વર્ષે તમે ભાગીદારી કરશો તો ધાર્યા પરિણામ નહિ પ્રાપ્ત થાય. વિવાહની વાતમાં વિલંબ કે અંતરાય આવી શકે. આર્થિક બાબતોમાં મધ્યમ રહે. રાહુ તમને નવા ધંધા રોજગાર કે કોઈ સાહસ કરવા માટે ઉશ્કેરશે પરંતુ જો તમે ગણતરી બહાર સાહસ કરશો તો ફસાઈ શકો છે કાળજી રાખજો. વર્ષે તમારે જૂના હઠીલા રોગો થી પણ સાવધ રહેવું પડશે. જમીન મકાન વાહન સુખ તમને એકંદરે સારું મળશે પરંતુ કોઈ પર વધુ પડતા વિશ્વાસે ના ચાલવા સલાહ છે. તમારા સ્વભાવમાં સ્વમાન જમાપાસું છે પરંતુ કોઈ વાતને અહમનો પ્રશ્ન ના બનાવવા સલાહ છે. અંગત મિત્રો કે પ્રિયપાત્ર સાથે ગેરસમજ ના થાય તે ખાસ જોવું પડે.

વર્ષે તમારે ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રો થોડી રાહ જોવી પડે.વિદ્યાર્થીવર્ગને વર્ષ એકંદરે સારું રહે પરંતુ બદલાતા સમીકરણો સાથે તેને તાલ મેળવવો પડે. કલાના ક્ષેત્રમાં રહેલા લોકોને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે સહકર્મચારી સાથે મિત્રતાથી ચાલવું પડે. વેપારીવર્ગ માટે મધ્યમ ઉપરાંતનો સમય ગણી શકાય. સ્ત્રીવર્ગમાટે પણ એકંદરે સમય સારો રહે. વર્ષે તમારે દરરોજ એક માળા ગાયત્રીમંત્રની કરવી જોઈએ જે તમને બધી રીતે રક્ષણ આપશે.


કન્યા ( , ,) :

વાણિજ્યના ગ્રહ બુધના ઘરની કન્યા રાશિ ઋજુ સ્વભાવની હોય છે, પરંતુ તેની ગણતરી પાક્કી હોય છે. વર્ષે ગુરુ મહારાજ તમને અનુકૂળ ચાલી રહ્યા છે જેથી તે પ્રણય,લગ્ન, સંતાન વિગેરે બાબતોમાં તમને સહાય કરનાર બને છે. વિક્રમ સંવંત ૨૦૭૭માં તમે શનિની પનોતીથી મુક્ત છો જે સારી બાબત છે પરંતુ રાહુ મહારાજ ભાગ્યમાં રહી તમને થોડી બ્રેક મારી રહ્યા છે જો કે તમે સમયમાં દૂર દેશ સાથે વ્યાપાર કરી કમાઈ શકો અથવા દૂરના પ્રદેશમાં ફરવા જવાનું પણ બની શકે. વિવાહયોગ્ય મિત્રો માટે સમય સારો છે. વેપારી વર્ગ પણ સમયમાં સારું કમાઈ શકે. વર્ષે તમને મહત્વના નિર્ણયો લેવા માં તકલીફ પડતી જોવા મળશે. તમારું કોઈ અંગત વ્યક્તિ કેટલીક બાબતોમાં તમને રોકતું હોય તેવું લાગશે. તમને માનસિક રીતે ક્યારેક બંધનનો અનુભવ થશે. ધાર્યા પરિણામ મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે.

વર્ષની સારી બાબત છે કે તમે હતાશ થયા વિના કાર્યમાં આગળ વધી શકશો જે તમને સફળતા સુધી લઇ જશે. જે મિત્રો ધંધો રોજગાર શોધતા હોય તેમને પણ સારી તકો મળશે. સ્ત્રીવર્ગ માટે વર્ષ ઘણું સારું રહેશે.તેઓ પોતાની જાતને સાબિત કરી શકશે. વર્ષમાં ઘરના સભ્યોમાં સંપ બની રહેશે. યોગ્ય રીતે રોકાણ કરવાથી લાભ મળતો જોવા મળશે, પરંતુ માટે તમારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવાનો રહેશે. વર્ષમાં તમારે સતર્ક રહીને ત્વરાથી નિર્ણય કરવા પડશે. ઉચ્ચ અભ્યાસ કે રિસર્ચ કરવા ઇચ્છતા મિત્રોને લાભ થશે તથા પ્રગતિ થતી જોવા મળશે. નિયમિત રીતે ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન અને ગાયને દરરોજ રોટલી અને મગ આપવાથી તમારી ઉન્નતિ થશે.


તુલા (,) :

શુક્રના ઘરની તુલા રાશિને વિક્રમ સંવંત ૨૦૭૭માં રાહુ મહારાજ આઠમે થી પસાર થઇ રહ્યા છે વળી શનિની નાની પનોતી લોઢાના પાયે ચાલી રહી છે જે પરિસ્થિતિને ક્યારેક તકલીફવાળી બનાવી રહી છે. વર્ષમાં તમારે સમજી વિચારીને ચાલવું પડશે અને ખાસ નાણાંનું યોગ્ય આયોજન બહુ જરૂરી બનશે.તમારે ખાવા પીવામાં અને તમારી રોજિંદી દિનચર્યામાં નિયમિત બનવું પડશે તથા કસરત અને વ્યાયામને જીવનમાં સ્થાન આપવું પડશે અન્યથા સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ઉદ્ભવી શકે. વર્ષે ગુરુ મહારાજ મધ્યમ પરિણામ આપી રહ્યા છે. જો કે તમે મકાન બનાવવા ઇચ્છતા હશો તો વર્ષે તમારું સપનું સાકાર થશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારો સમય આવી રહ્યો છે. વેપારીવર્ગ માટે સમય મધ્યમઉપરાંતનો ગણી શકાય.

નોકરીયાતવર્ગને વર્ષે થોડા અંતરાયો આવી શકે છે. વિદ્યાર્થીવર્ગે તેનું ધ્યેય પ્રાપ્ત કરવા વધુ મહેનત કરી પડે. વર્ષે કોઈ વિવાદ વધુ આગળ ના વધે તેનો પણ ખ્યાલ રાખવો પડે. આઠમે રાહુ તમને કારણ વિના કોઈ પ્રશ્નમાં ઉલઝાવવા પ્રયત્ન કરશે જેની કાળજી રાખવી. વળી નાની પનોતી વધુ મહેનતે ઓછું પરિણામ આપતી જોવા મળે. પ્રાઇવેટ જોબ કરતા મિત્રોને જોબમાં પરિવર્તન આવી શકે. વળી રહેવાની જગ્યા પણ ફરી શકે. વિવાહયોગ્ય મિત્રો માટે એપ્રિલ પછી સારા ચાન્સ આવે, પ્રણયમાર્ગે ચાલનારાને મધ્યમ રહે. મિત્રો અને અંગત લોકો સાથે વૈચારિક મતભેદ ના થાય તેની કાળજી લેવી. વર્ષે સુખાકારી માટે તમારે દરરોજ દશરથ રચિત શનિ સ્તોત્ર વાંચવું અને શનિવારનું વ્રત કરવું. શિવપૂજા કરી પીપળાને પાણી રેડવું.


વૃશ્ચિક ( ,) :

મંગળના ઘરની વૃશ્ચિક રાશિ વિક્રમ સંવંત ૨૦૭૭માં પનોતીની અસરમાં નથી, વળી રાહુ પણ સાતમેથી પસાર થાય છે જયારે ગુરુની ભૂમિકા વર્ષે તમારા માટે મધ્યમ રહેનારી છે. તમારી રાશિના આવેગોને જોઈએ તો તમારું વર્તન ક્યારેક રહસ્યમય બનતું જોવા મળે તમારા મનની વાત તમે વ્યક્તના કરતા હોય તેવું જણાય. ઉપરાંત ક્યારેક તમે આવેશમાં આવી નિર્ણય કરો જે તમારા ભવિષ્ય માટે યોગ્ય નથી. વિક્રમ સંવંત ૨૦૭૭માં ગોચર ગ્રહો એકંદરે તમારા માટે સારા સંકેત આપે છે તમારી ધીમી પણ મક્કમ પ્રગતિ જોવા મળશે. પરંતુ તમારે બદલો લેવાની ભાવના અને ગુસ્સા પર કાબુ રાખવો પડશે. વર્ષે શનિ મહારાજ તમને કર્મનું સારું પરિણામ આપતા જોવા મળશે. તમે અગાઉ જે પ્રયત્નો કર્યા છે તેના સારા પરિણામ વર્ષે તમને પ્રાપ્ત થશે. ઘર પરિવાર સાથે ખુશી મનાવી શકશો, પરંતુ દામ્પત્યજીવનમાં ક્યારેક વૈચારિક મતભેદ જેવું લાગી શકે છે. વિવાહયોગ્ય મિત્રો માટે વર્ષ ઘણું સારું છે વળી પ્રણયમાર્ગે ચાલનારા પણ આગળ વધી શકે છે. હા, તમારે ભાગીદારી માં કામકાજ હોય તો એમાં વિશેષ કાળજીની જરૂર અવશ્ય રહેશે. વળી કેટલાક કાર્યમાં વિલંબ થતો જોવા મળશે.

વિદેશ જવા ઇચ્છતા મિત્રોમાટે સમય શુભ છે. ઉચ્ચ અભ્યાસ માટે સમય માધ્યમ છે પરંતુ તમે ધંધો રોજગાર શોધતા હશો તો તેના રસ્તા થઇ જશે. વર્ષે કોઈને નાણાંની ધીરધાર ના કરવા સલાહ છે. શનિ મહારાજ ભાગ્ય અને આવકને જુએ છે વળી પાંચમા સ્થાનને પણ જુએ છે જેથી વિદ્યાર્થીવર્ગે વધુ ધ્યાન આપી અભ્યાસ કરવો પડે. જે મિત્રો વ્યવસાયમાં છે તેમને પણ આવક વધારવા માટે વધુ મહેનત કરવી પડે. વર્ષે તમારા બિઝનેસ માટે યોગ્ય માર્કેટિંગની પણ તમારે જરૂર રહેશેસ્ત્રીવર્ગ માટે વર્ષ મધ્યમ ઉપરાંતનું ગણી શકાય. દરરોજ સવારે ગં ગણપતયે નમઃની ત્રણ માળા કરવાથી અને રાતે હનુમાન ચાલીસના પાઠ કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે. એકંદરે  વિક્રમ સંવંત ૨૦૭૭ તમારા માટે સારું પૂરવાર થશે.


ધન (,,, ):

ગુરુના ઘરની ધન રાશિ કોઠાસૂઝ વળી રાશિ છે. બધું કાર્ય સમજી વિચારીને કરવામાં માને છે. વિક્રમ સંવંત ૨૦૭૭માં રૂપાના પાયે પસાર થતી મોટી પનોતી તમને સારું ફળ આપી રહી છે. પનોતીની શુભ અસર તમે વર્ષે સારી રીતે અનુભવી શકશો. વર્ષે તમે ગુમાવેલ અનેક વસ્તુઓ કે વ્યક્તિઓ પરત આવી શકે છે. અગાઉ મતભેદ થયા હોય તો તેનો ઉકેલ પણ આવી શકે છે. વર્ષમાં ગુરુ મહારાજનું ભ્રમણ એકંદરે સારું રહેનાર છે વળી રાહુ મહારાજ છઠેથી પસાર થઇ રહ્યા છે જે તમને શત્રુઓથી વિજય અપાવનાર બને છે, વળી બીમારી આવે તો તેનો સામનો પણ તમે સારી રીતે કરીશ શકશો. તમારા જાહેરજીવનમાં વૃદ્ધિ થતી જોવા મળે તમે રાજકીય ગતિવિધિ સાથે સંકળાયેલા હશો તો તેમાં પણ તમને લાભ મળી શકે છે વળી વર્ષમાં તમારું વાંચન અને મનન વધશે જે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરનાર બની રહેશે.

વર્ષે તમને પ્રોપર્ટીમાંથી લાભ થઇ શકે છે. જમીન મકાન વાહન સુખ સારું રહેશે. વિદ્યાર્થીવર્ગ માટે પણ વર્ષ સારું રહેશે. ઉચ્ચ અભ્યાસ માટે પણ સારું રહે રિસર્ચ માટે પણ સારું રહે. વિદેશ માટે તમે ઈચ્છા કરશો તો જઈ શકશો. સ્ત્રીવર્ગને વર્ષ સારું રહે. નોકરિયાતવર્ગ માટે પણ ફળદાયી રહેશે. વેપારીમિત્રો તેમના ધંધામાં સારા ફેરફાર કરી શકશે. આર્થિક બાબતોમાં વર્ષ અનુકૂળ રહેશે. વર્ષમાં વિશેષ લાભ લેવા તમે ભગવાન ગુરુ દત્તાત્રેયની આરાધના કરી શકો અને દત્ત બાવનીનો પાઠ દરરોજ સવારે કરી શકો.


મકર (,) :

દંડનાયક શનિના ઘરની મકર રાશિ સાથે અત્યારે શનિ મહારાજ ખુદ હિસાબ કિતાબ સેટ કરી રહ્યા છે. વર્ષમાં તમે મોટી પનોતીના સોનાના પાયે પસાર થઇ રહ્યા છો જે અનેક રીતે આપના માટે કસોટીજનક રહે છે. વર્ષે તમારે વધુ શિસ્તથી તમારું કાર્ય કરવું પડશે કેમ કે દંડનાયક શનિ મહારાજ આપણને આપણું કામ સમયસર અને શિસ્તથી કરવાનું શીખવે છે. મકરના જે મિત્રો પોતાના કાર્યને નિયમિત અને નિષ્ઠા પૂર્વક કરે છે શનિ મહારાજની કૃપા તેમની પર વરસે છે, જે વર્ષ માટેનો તમારો મંત્ર હોવો જોઈએ. વિક્રમ સંવંત ૨૦૭૭માં ગુરુ મકર અને ધન માં હશે જે તમને મિશ્ર પરિણામ આપનાર બનશે. જો કે તમને ઘર પરિવારનો અને અંગત મિત્રોનો પૂરો સહયોગ મળી રહેશે. વર્ષે તમારે ગાડી ચલાવવામાં કાળજી લેવી પડશે વળી મોટા સાહસ વર્ષે ના કરવા સલાહ છે.

ક્યારેક તમારા મનમાં દુઃખના કે હતાશાના કારણે નકારાત્મક વિચારો આવતા જોવા મળશે જેને સદ્વિચાર અને સત્સંગ દ્વારા તમારે હકારાત્મક બનાવવા પડશે. સ્ત્રીવર્ગ માટે વર્ષ મધ્યમ કહી શકાય. વિદ્યાર્થીવર્ગે વર્ષે સખત મહેનત કરવી પડશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું રહેશે. વિવાહયોગ્ય મિત્રોને પણ વર્ષ નિરાશ નહિ કરે. નવા સંબંધોમાં થોડું સમજીને ચાલવું પડશે. વર્ષે સંતાન અંગે થોડી ચિંતા રહે. વર્ષમાં સખત પરિશ્રમ તમને સફળતા અપાવશે. આર્થિક બાબતમાં પ્રગતિ ધીમી રહેશે પરંતુ વર્ષે બીજા પાસેથી નાણાં ઉછીના ના લેવા સલાહ છે. વર્ષે તમારે શનિના વ્રતની સાથે સાથે દરરોજ ઓછામાં ઓછી એક માળા મૃત્યુંજય મંત્રની કરવી જોઈએ.


કુંભ (,,) :

વર્ષે તમારા માટે શનિ રાહુ અને ગુરુ ત્રણે મધ્યમ ચાલી રહ્યા છે, જેથી તમારે ખૂબ સંભાળીને ચાલવું પડશે. વિક્રમ સંવંત ૨૦૭૭માં તમારી સામે ઘણા માયાના રહસ્યો છતાં થશે. જગતમાં આત્મ ઉન્નતિ સિવાય કશું નથી બધા સબંધો ખોખલા છે તેવી પ્રતીતિ તમને થતી જોવા મળશે. ખાસ મકર અને કુંભ બંને રાશિને ઊંઘના પ્રશ્નો રહેતા જોવા મળશે. તમે સતત ચિંતામાં રહેતા હો તેવું જણાશે. લોઢાના પાયે પસાર થતી મોટી પનોતી તમને અનેક કસોટીમાંથી પસાર કરશે જે અંતે તો તમારી જાતને મઠારવાનું કામ કરે છે પરંતુ હાલનો સમય તમને મુશ્કેલ જણાશે. જો વર્ષે તમે આપવાની ભાવના વધુ રાખશો અને જતું કરતા શીખશો તો વધુ નુકસાન નહિ થાય.

વર્ષે ઇષ્ટની પૂજા અને દાન ધર્મ તમારા માટે જડીબુટી સમાન સાબિત થશે. માત્ર ધન નહિ પરંતુ તન અને મન થી સેવાકાર્ય કરશો તો ચમત્કારિક પરિણામ આવતા જોવા મળશે. પરિસ્થિતિ સામે વિચલિત થયા વિના તમે મુકાબલો કરશો તો વર્ષના અંતે ઘણું અંકે કરી શકશો. યાદ રાખજો, વર્ષ ટૂંકા લાભ જોવાનું નથી દીર્ઘ દ્રષ્ટિ રાખીને ચાલવાનું છે. વર્ષે ઘરના વડીલોને આદર આપી તેની સલાહ પ્રમાણે ચાલશો તો લાભ થશે. જાહેરજીવનમાં સમજી ને ચાલવા જેવો સમય છે. નાણાં બાબતે કોઈ સાથે વ્યવહાર ના બગડે તેની કાળજી રાખજો. સ્ત્રીવર્ગ માટે મધ્યમ, વિદ્યાર્થીવર્ગને પણ સમય મધ્યમ રહે છે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોએ પણ રાહ જોવી પડે.વેપારીવર્ગે ખૂબ સમજીને આગળ વધવું. નોકરિયાતવર્ગે પણ સંઘર્ષ નિવારવો પડે. અગાઉ કહ્યું તેમ વર્ષે દાન ધર્મની સાથે સાથે શં શનેશ્ચરાય નમઃની ત્રણ માળા દરરોજ સાંજે કરવાથી અને પીપળાને પાણી રેડવાથી લાભ થશે.


મીન (,,,):

વિક્રમ સંવંત ૨૦૭૭માં ગુરુના ઘરની મીન રાશિ પનોતીની અસરમાં નથી. રાશિસ્વામી ગુરુ મહારાજ પણ વર્ષે સારી સ્થિતિમાં રહેશે જયારે રાહુ મહારાજ ત્રીજેથી પસાર થઇ રહ્યા છે. સમગ્ર ગોચર એકંદરે આપની રાશિ માટે સારું પરિણામ આપી રહી છે. મીન રાશિનો બૌદ્ધિક વર્ગ વર્ષે તેનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. તમે જે ક્ષેત્રમાં હશો તેમાં સારો દેખાવ કરી શકશો. જે મિત્રો વ્યવસાયની તલાશમાં છે તેમને યોગ્ય રસ્તો મળી રહેશે. વિવાહયોગ્ય મિત્રો માટે પણ સારી વાત આવી શકે છે. વર્ષે તમે નવા સંબંધોના સારા અનુભવમાંથી પસાર થઇ શકશો. નોકરિયાતવર્ગને પ્રમોશનની તક રહેશે. વેપારીવર્ગ માટે પણ આવનારું વર્ષ સારું રહેશે. સ્ત્રી વર્ગ અને વિદ્યાર્થીવર્ગ માટે ઉત્સાહજનક રહેશે. ઉચ્ચ અભ્યાસ કે રિસર્ચ કરવા ઇચ્છતા મિત્રોને સહાય મળશે. વિદેશ ગમનની તક પણ ઉજ્જવળ ગણી શકાય. તમે કોઈને નાણાં આપેલા હશે તો વર્ષે થોડી રિકવરી થઇ શકશે. જો કે વર્ષે તમારે નાણાં ની ધીરધારમાં કાળજી રાખવી પડશે.

ઘર પરિવાર સાથે આનંદ પ્રમોદ કરી શકશો. જમીન મકાન વાહન સુખ સારું રહેશે. વીલ વારસના અને કોર્ટ કચેરીના પ્રશ્ન થયા હશે તો ઉકેલી શકશો. સરકાર તરફથી લાભ થઇ શકે છે. કોઈ બીમારી હોય તો તેમાં પણ રાહત થશે. એકંદરે વર્ષ તમારા માટે ઘણી રીતે શુભ પુરવાર થશે અને લોકોને તમારા માટે આદર અને લાગણી રહેશે. તમે વર્ષે આધ્યાત્મિક ચિંતન કરી શકશો અને ધાર્મિક સામાજિક કાર્યમાં સહભાગી બની શકશો. મનોમંથનથી ઘણા સત્ય તમે અંદરથી પ્રાપ્ત કરી શકશો. લોકોમાં તમારી યશ પ્રતિષ્ઠા જોવા મળશે તથા તમે ઉન્નતિ કરી શકશો. તમે સારા સલાહકાર પણ બની શકો. વર્ષે વધુ લાભ પ્રાપ્ત કરવા માટે તમારે કુળદેવીની આરાધના કરવી જોઈએ અને સાથે સાથે દરરોજ સાંજે દેવી કવચનો પાઠ કરવો જોઈએ.


(અમરેલીસ્થિત રોહિત જીવાણી ગુજરાતના જાણીતા  જ્યોતિર્વિદ છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ પર એમણે ઘણા પુસ્તકો લખ્યા છે અને કાર્મિક એસ્ટ્રોલોજી પર એમનું સંશોધન દેશ વિદેશમાં અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે. કોરોનાથી લઈને સુશાંતસિંહ રાજપૂત કેઈસ અને અમેરિકાની ચૂંટણીથી લઈને ભારતીય રાજકારણ અને ક્રિકેટથી લઈને જીવનમાં આવી રહેલા બદલાવ જેવી સાંપ્રત ઘટનાઓ પર એ અવારનવાર આગાહીઓ કરતા રહે છે.)