નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ક્રેડિટ કાર્ડની સબસિડિયરી કંપની એસબીઆઇ કાર્ડસ એન્ડ પેમેન્ટ સર્વિસિસનો IPO બીજી માર્ચે ખૂલશે. આ IPO રૂ. 9,000 કરોડનો છે. SBI કાર્ડ્સ ક્રેડિટ કાર્ડ જારી કરવાને મામલે દેશમાં બીજા ક્રમે આવે છે. કંપની 18 ટકાનો બજારહિસ્સો ધરાવે છે. જોકે પહેલા ક્રમે એચડીએફસી છે, જે 35 ટકા બજાર હિસ્સો ધરાવે છે.એસબીઆઇ કાર્ડસ આશરે રૂ. 500 કરોડના નવા શેર ઇસ્યુ કરવાની યોજના બનાવી રહી છે અને કંપનીએ વેચાણ માટે 13.05 કરોડથી વધુના શેરો ઓફર કરશે. SBI કાર્ડસની IPOની બિડિંગ પ્રોસેસ પાંચ માર્ચે બંધ થશે. એસબીઆઇ કાર્ડસના IPOની ઇસ્યુ પ્રાઇસ શેરદીઠ રૂ. 750-755ની વચ્ચે હશે. કંપનીના કર્મચારીઓને શેરદીઠ રૂ. 15નું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ શેરનો માર્કેટ લોટ 19 શેરોનો હશે- એટલે કે IPOની ન્યૂનતમ 19 શેરો માટે બિડિંગ કરવું પડશે. કંપની તેના શેરોનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સટોક એક્સચેન્જ (BSE) પર થશે. કંપનીના એક શેરની મૂળ કિંમત રૂ. 10 રાખવામાં આવી છે.
રૂ. 500 કરોડના નવા ઇક્વિટી શેર ઇસ્યુ થશે
SBI કાર્ડસના IPO ઇસ્યુ દ્વારા 130.526,798 ઇક્વિટી શેરો ઓફર કરવામાં આવશે. જેમાં SBI દ્વારા 37,293,371 શેરો અને કાર્લિલ (Carlyle) ગ્રુપ દ્વારા 93,233,427 શેરો સામેલ છે. આ સાથે કંપની રૂ. 500 કરોડની નવા ઇક્વિટી શેર જારી કરશે.
SBI કાર્ડના IPO થકી કુલ 13,71,49,315 કરોડના શેરોનું વેચાણ કરવામાં આવશે. આમાં એન્કર રોકાણકારો માટે 3,66,69,590 શેરો, QIB (સંસ્થાગત રોકાણકારો) માટે 2,44,46,393 શેરો, NII માટે 1,88,34,795 શેરો, RII માટે 4,27,81,188 શેરો, SBI શેરહોલ્ડર્સ માટે 1,30,052,680 શેરો અને કર્મચારીઓ માટે 18,64,669 શેરો રાખવામાં આવ્યા છે.
SBIનો SBI કાર્ડસમાં 76 ટકા હિસ્સો
SBI કાર્ડસમાં SBIનો હિસ્સો 76 ટકા હિસ્સો છે અને બાકીનો હિસ્સો કાર્લિલ (Carlyle) ગ્રુપની પાસે છે. SBI કાર્ડને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને જીઈ કેપિટલે ઓક્ટોબર, 1998માં લોન્ચ કર્યાં હતાં. SBI અને કાર્લિલ (Carlyle) ગ્રુપે ડિસેમ્બર, 2017માં જીઈ કેપિટલના શેરો ખરીદી લીધા હતા. કંપનીના 90 લાખથી વધુ ગ્રાહકો છે અને દેશના 130થી વધુ શહેરોમાં કંપની પોતાની સેવા પૂરી પાડે છે.