આનંદોઃ અંબાલા એરબેઝ પર પાંચ રફાલ વિમાનનું ભવ્ય આગમન
અંબાલાઃ ભારત એરફોર્સની શક્તિમાં વધારો થયો છે. ફ્રાંસથી ઉડાન ભર્યા પછી પાંચ રફાલ લડાકુ વિમાન ભારતીય જમીન પર પહોંચી ગયા છે. હરિયાણાના અંબાલા એરબેઝમાં રફાલ વિમાન લેન્ડ થયા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત વોટર સેલ્યુટની સાથે કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન એરફોર્સના વડા RKS ભદોરિયા હાજર રહ્યા હતા. ફ્રાંસથી મળનારા રફાલ વિમાનોની આ પહેલી ખેપ છે.
ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશનની ઉત્પાદન એકમથી રફાલ વિમાનોએ સોમવારે ટેકઓફ કર્યું હતું. આ વિમાન આશરે 7000 કિલોમીટરનું અંતર કાપીને અંબાલા પહોંચ્યાં હતાં. આ વિમાનોમાં ત્રણ એક બેઠકકવાળા અને બે વિમાન બે સીટવાળા છે. રફાલ લડાકુ વિમાન એરફોર્સના 17મા સ્કવોડ્રનનું નામ Golden Arrows છે.
સંરક્ષણપ્રધાનના મંત્રાલયે પણ ટ્વીટને રફાલ ભારતમાં પ્રવેશ્યા હોવાની માહિતી આપી હતી.
રફાલની સુરક્ષામાં બે SU30 MKI વિમાન પહોંચ્યા હતાં
ભારતીય વાયુ ક્ષેત્રમાં પ્રવેશ કરતાં રફાલ વિમાનોની સુરક્ષામાં બે SU30 MKI વિમાન આકાશમાં પહોંચ્યા હતાં. સંરક્ષણ મંત્રાલય દ્વારા આના બે વિડિયો જારી કરવામાં આવ્યા હતા.
રફાલની ખૂબીઓ
રફાલને વિશ્વના સૌથી શક્તિશાળી લડાકુ વિમાન માનવામાં આવે છે. રફાલ સેંકડો કિલોમીટર સુધી અચૂક નિશાન લગાવી શકે છે.
સૂત્રોનું માનીએ તો રફાલમીં હવાથી હવામાં અને હવાથી જમીન પર નિશાન લગાવવાની ક્ષમતા છે. હાલમાં ચીન અને પાકિસ્તા-બંનેની એરફોર્સ પાસે આવી ક્ષમતાનાં એરક્રાફ્ટમાં નથી.જેથી ચીન અને પાકિસ્તાન કરતાં ભારત આગળ નીકળી ગયું છે.
રફાલમાં મીટિયોર મિસાઇલ-હવાથી હવામાં માર કરી શકે છે. એની મારક ક્ષમતા 150 કિલોમીટરની છે. રફાલ દુશ્મન દેશની સીમા પાર કર્યા વગર દુશ્મન વિમાનને નષ્ટ કરી શકે છે.
ભારત જમીન જલ અન નભમાં શક્તિશાળી બની ગયું છે.
રફાલની બીજી મિસાઇલ છે સ્કાલ્પ મિસાઇલ. સ્કાલ્પની મારક ક્ષમતા 600 કિલોમીટરની છે. સ્કાલ્પ મિસાઇલ દ્વારા રફાલ વડે દુશ્મન દેશ પર આટલા અંતરેથી નિશાન લગાવી શકે છે. સ્કાલ્પ અચૂક મારક ક્ષમતાવાળા મિસાઇલ છે.
ત્રીજું મિસાઇલ છે હૈમર મિસાઇલ- ચીન સાથેના વિવાદ પછી ભારતીય એરફોર્સે હૈમર મિસાઇલ ફ્રાન્સથી ખરીદવાનો ઓર્ડર પ્રોસેસ કર્યો હતો.
હેમર મિસાઇલની મારક ક્ષમતા 60-70 કિલોમીટરની છે. હૈમર મિડિયમ રેન્જની હવાથી જમીનમાં માર કરી શકવાની મિસાઇલ છે. એને ફ્રાન્સની એરફોર્સ અને નેવી માટે ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યાં છે.
ભારતે ફ્રાન્સથી રફાલ સોદા હેઠળ 36 વિમાન ખરીદ્યાં છે. આમાં પહેલી પાંચ વિમાન આજે અંબાલા એરફોર્સ સ્ટેશને આવી ચૂક્યાં છે. બાકીનાં 31 રફાલ વિમાન 2022 પહેલાં ભારતને મળી જશે.