અમદાવાદઃ શહેરના માર્ગો પર ટૂ વ્હીલર સેવાઓ એપ દ્વારા વધતી જાય છે. જેને કારણે ઓટો રિક્ષાચાલકોનું એક યુનિયન તેમના ધંધાને નુકસાન થઈ રહ્યું છે એમ માને છે. ઓનલાઇન એપથી ચાલતા ટૂ વ્હીલર પર મુસાફરીના ધંધો બંધ કરવો જોઈએ. એના માટે અમદાવાદ શહેરના રિક્ષાચાલકોના એકતા યુનિયન દ્વારા મંગળવાર ત્રીજી ઓક્ટોબરથી ત્રણ સુધી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો પર રિક્ષાઓ મુસાફરોની સવારી સાથે પૂરપાટ દોડી રહી છે.
પશ્ચિમ વિસ્તારના ચાંદખેડા સ્થિત એક રિક્ષા યુનિયનના આગેવાન રાજવીરભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ હડતાળમાં ઘણાં યુનિયન જોડાયાં નથી, કારણ હડતાલ એ માર્ગ નથી. રિક્ષાઓની હડતાળને કારણે ઘણા મુસાફરો રઝળી પડે સાથે અસંખ્ય પરિવારોના ચુલા રિક્ષાની કમાણી પર નભે છે. જેથી રિક્ષાની હડતાળ કે આંદોલન સિવાયના સરકારને જાણકારી આપવાના ઉપાયો વિચારી શકાય. સરકાર સાદી નંબર પ્લેટો સાથે મુસાફરીનો ધંધો કરતા વાહનોને અટકાવવા પગલાં ભરે, જેથી રિક્ષાચાલકોને રોજીરોટી મળી રહે.
(પ્રજ્ઞેશ વ્યાસ)