“નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી”, દ્વારકાથી ડાકોર સુધી ધામધૂમથી ઉજવણી

આજે ગુજરાત સહિત દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં ઉત્સાહ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.  દેશના ખુણે ખુણે આજે ધુમધામથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 2 એવા સ્થળ જે કૃષ્ણને સૌથી પ્રિય છે એટલે કે દ્વારકા અને ડાકોર. આજે આ બંને સ્થળ પર આહલાદક દ્રશ્ય સર્જાયા છે. આજે દેશ ભરમાંથી દ્રારકાના રાજાધીરાજ અને ડાકોરના રણછોડરાયના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે.

 

ભક્તો ઉમટ્યા

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો યાત્રિકો દ્વારકામાં આવી પહોંચ્યા છે દ્વારકામાં યાત્રિકોની ભીડ ઉમટી રહ્યા ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ યાત્રિકો ઉત્સાહિત બન્યા છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો જોવા મળી રહ્યા છે પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભક્તો પોતાને નજાણ્યે થયેલ પાપોને ધોઈ રહ્યા છે.

શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ

યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.