ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ આ વર્ષે ઓગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે. પહેલા ODI શ્રેણીનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ T20 મેચ રમાશે. 17 ઓગસ્ટથી પહેલી વનડે ત્યારબાદ, 20 ઓગસ્ટ અને 23 ઓગસ્ટના રોજ ODI મેચો રમાશે. આ પછી 26 ઓગસ્ટ, 29 ઓગસ્ટ અને છેલ્લે 31 ઓગસ્ટના રોજ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય શ્રેણી બે દક્ષિણ એશિયાઈ પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટ સ્પર્ધાને વધુ મજબૂત બનાવશે.
Dates announced for #TeamIndia‘s tour of Bangladesh.
The Senior Men’s Team will play three T20Is and as many ODIs against Bangladesh.#BANvIND pic.twitter.com/xRnQa0BlZL
— BCCI (@BCCI) April 15, 2025
આ પ્રવાસ ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને ઘરઆંગણાની સીઝન વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ સામે 5 મેચની શ્રેણી રમશે. આ શ્રેણી 4 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતની સ્થાનિક સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતના પ્રવાસે આવશે. ભારતની ઘરઆંગણેની સીઝન 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થશે, ત્યારબાદ તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમશે. ભારત બે ઘરઆંગણે રમાનારી શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં શ્રેણીનો સમયપત્રક જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી વનડે અને 29 ઓક્ટોબરથી ટી20 મેચ રમાશે.
ભારત અને બાંગ્લાદેશ શ્રેણી 2025
વનડે
- પહેલી વનડે – 17 ઓગસ્ટ, રવિવાર – મીરપુર
- બીજી વનડે – 20 ઓગસ્ટ, બુધવાર – મીરપુર
- ત્રીજી વનડે – 23 ઓગસ્ટ, શનિવાર – ચિત્તાગોંગ
ટી20
- પહેલી ટી20 – 26 ઓગસ્ટ, મંગળવાર – ચિત્તાગોંગ
- બીજી ટી20 – 29 ઓગસ્ટ, શુક્રવાર – મીરપુર
- ત્રીજી ટી20 – 31 ઓગસ્ટ, રવિવાર – મીરપુર
