ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો મંડરાયો, 164 રનમાં 5 વિકેટો પડી

બોર્ડર-ગાવસ્કરમાં હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ સિરિઝની ચોછી ટેસ્ટ મેચમાં 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આજે આ મેચની બીજા દિવસની રમત પૂરી થઈ ચૂકી છે. જેમાં અત્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. ટીમે શુક્રવારે સ્ટમ્પ્સ સુધી 164 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી છે. રિષભ પંત 6 રને અને રવીન્દ્ર જાડેજા 4 રને અણનમ પરત ફર્યા હતા. ભારતે ફોલોઓન બચવા માટે વધુ 111 રન બનાવવા પડશે. કારણ કે હાલ ભારત ઓસ્ટ્રેલીયાથી 310 રન પાછળ ચાલી રહ્યું છે.

મેલબોર્નમાં ચાલી રહેલી મેચના બીજા દિવસે ભારતે છેલ્લે-છેલ્લે 3 વિકેટ ગુમાવી દીધી હતી. 40 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 148/2 હતો, જે 46 ઓવર પછી 164/5 થઈ ગયો. ભારત માટે નાઈટ વોચમેન તરીકે રમનાર આકાશ દીપ પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. આ પહેલા વિરાટ કોહલી (36 રન) આઉટ થયો હતો. તો યશસ્વી જયસ્વાલ 82 રન બનાવીને રનઆઉટ થયો હતો. રોહિત શર્મા (3 રન) અને કેએલ રાહુલ (24 રન)ને પેટ કમિન્સે પેવેલિયન મોકલ્યા હતા. સ્કોટ બોલેન્ડને 2 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે 197 બોલમાં 140 રન બનાવ્યા હતા. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની 34મી સદી ફટકારી હતી. ભારત સામે આ તેની 11મી સદી છે. યુવા ઓપનર સેમ કોન્સ્ટન્સ (60 રન), ઉસ્માન ખ્વાજા (57 રન) અને માર્નસ લાબુશેને (72 રન) અડધી સદી ફટકારી હતી. કેપ્ટન પેટ કમિન્સે 49 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. આકાશ દીપે 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 474 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે ટીમને છેલ્લો ઝટકો આપ્યો હતો. તેણે નાથન લિયોનને LBW આઉટ કર્યો હતો. આ ઇનિંગમાં તેણે 4 વિકેટ ઝડપી હતી.