ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આગામી 19 ફ્રેબ્રુઆરીના રોજ શરૂ ખવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે જેમાં ભારત અને મેજબાન પાકિસ્તાનની ટીમની જાહેરાત થવાની બાકી હતી. જેમાં આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ચીફ સિલેક્ટરે ખેલાડીઓના નામની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. મોહમ્મદ શમીની આખરે ટીમ ઈન્ડિયામાં વાપસી થઇ છે. તે ઘણાં સમયથી ઈજાને કારણે ટીમથી બહાર હતો. જોકે બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત હતો. તેને પીઠમાં ઈજા થઇ હતી. જોકે તેમ છતાં બુમરાહને ફરી ટીમમાં સામેલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. જોકે મોહમ્મદ સિરાજને સ્કવૉડથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બુમરાહને ટીમમાં સ્થાન અપાયું છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલને પહેલીવાર ટીમ ઈન્ડિયાની વન-ડે સ્કવૉડમાં સામેલ કરાયો છે. ઝડપી બોલર મોહમ્મદ શમી પણ 14 મહિના બાદ વન ડે ટીમમાં પાછો ફર્યો છે. જ્યારે સ્પિનર કુલદીપ યાદવ પણ ઈજામુક્ત થતાં ટીમમાં વાપસી કરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી આ વખતે હાઈબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ મેજબાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. જોકે ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ 20 ફેબ્રુઆરી બાંગ્લાદેશ સામે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.

ICC ચેમ્પિયન્સ ટ્રીફી 2025 માટે ભારતની ટીમ

2025માં માટે ભારતની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શુભમન ગિલને વાઇસ કેપ્ટન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટીમમાં વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે એલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યા છે.