રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ફરી એક વાર તેની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, એક રશિયન ટેલિગ્રામ ચેનલે દાવો કર્યો છે કે રવિવારે સાંજે પુતિનની તબિયત અચાનક બગડી હતી. જ્યારે તેમની તબિયત લથડી ત્યારે તેઓ તેમના બેડરૂમમાં હતા. એક ટેલિગ્રામ ચેનલને ટાંકીને જણાવ્યું હતું કે પુતિનને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, ત્યારબાદ તેમના ગાર્ડે તેમને તેમના બેડરૂમના ફ્લોર પર પડેલા જોયા હતા. ટેલિગ્રામ ચેનલે દાવો કર્યો હતો કે પુતિન ‘ભોંય પર પડેલા હતા અને તેમની આંખો ભટકતી હતી.
આ પહેલા પણ આ જ ચેનલે રશિયન રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર આવા જ દાવા કર્યા હતા, પરંતુ તેમાંથી ઘણા ખોટા સાબિત થયા હતા. હવે આ નવીનતમ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે આ કથિત ઘટના રવિવારે સાંજે (22 ઓક્ટોબર) બની હતી. દાવા મુજબ, તબીબોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને 71 વર્ષીય રાષ્ટ્રપતિને ‘એપાર્ટમેન્ટમાં બનેલી વિશેષ તબીબી સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.’