નવી દિલ્હીઃકેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક રૂપિયાની કરન્સી નોટ જારી કરવાની છે. આ એક રૂપિયાની નવીનક્કોર નોટ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવશે. જોકે નોટબંધ પછી બાકી નોટ પણ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવી હતી. આ નવી એક રૂપિયાની નોટમાં સૌથી ઉપર ભારત સરકાર લખેલું હશે, જ્યારે અન્ય નોટો પર ઉપરથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે. નોટમાં નાણાં મંત્રાયલના સચિવ અતનુ ચક્રવર્તીના હસ્તાક્ષર હશે. અન્ય નોટોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે.
આ નવી એક રૂપિયાની નોટમાં સત્યમેવ જયતે, નંબરિંગ પેનલમાં કેપિટલ ઇનસેટ લેટર ‘એલ’ હશે. નોટમાં પહેલા ત્રણ અલ્ફાન્યુમરિક આકારમાં હશે. નોટમાં પ્રતીકરૂપે અનાજની ડિઝાઇન હશે, જે દેશનમા કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવશે. કરન્સી નોટનો રંગ ગુલાબી હશે. નોટનું કદ 97 X 6.3 સેમી હશે. નોટના કેન્દ્રમાં સત્યમેવ જયતે લખેલું હશે. એક રૂપિયાના મૂલ્યવર્ગની નોટોમાં મલ્ટિ ટોનલ વોટરમાર્ક હશે.
