દેશમાં વેચાતા 300થી વધુ કફ સિરપના નમૂના તપાસમાં ફેલ

નવી દિલ્હીઃ દેશમાં ફાર્મા કંપનીઓની 300થી વધુ કફ સિરપ ગુણવત્તા તપાસમાં ફેલ થયા છે, એમ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)નો અહેવાલ કહે છે. ટેસ્ટમાં નિષ્ફળ થયેલા આ કફ સિરપ ઉજબેકિસ્તાન, ગામ્બિયા અને કેમરૂનમાં મળી આવેલા કફ સિરફમાં હાજર ટોક્સિન છે, આ દેશોમાં બાળકોનાં મોત માટે જવાબદાર બન્યાં હતાં, એમ અહેવાલ કહે છે. જેથી દેશમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા વિશે ચિંતા વધારી દીધી છે.

અહેવાલ મુજબ પરીક્ષણ કરવામાં આવેલા 7087 બેચોમાંથી 353એ માપંદડની ગુણવત્તાની શરતો પૂરી કરવામાં નિષ્ફળ થયાં હતાં.એમાં નવમાં ડાયથિલિન ગ્લાઇકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) જેવા હાનિકારક પદાર્થોને હાજર હતા. જો કફ સિરપ આરોગ્ય માટે જોખમી હોય તો વરસાદી મોસમમાં શરદી, ખાંસી અને ફ્લુનાં લક્ષણોને કેવી રીતે નિયંત્રણમાં કરી શકાય.

ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડો. રાકેશ ગુપ્તા જણાવે છે કે સિરપમાં ડાયથિલિન ગ્લાઇકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) અત્યંત ઝેરીલા પદાર્થો છે, જે કફ સિરપને બનાવતી વખતે જ દૂષિત કરી શકે છે અને ગંભીર આરોગ્યની સમસ્યાઓને પેદા કરી શકે છે.

આ દૂષિત DEG અને EGના સેવનથી કિડનીથી સંકળાયેલી બીમારીઓ, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ત્યાં સુધી કે મોત પણ થવાની શક્યતા છે. આ કફ સિરપના સેવનથી ઝાડા-ઊલટી, પેટમાં ચૂંક, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન અને ગંભીર કેસોમાં આંચકી, કોમા કે દર્દીનું મોત થવાની શકયતા છે. શરદી, ખાંસીથી બચાવ માટે પોતાના મનથી કફ સિરપનું સેવન નહીં કરવું જોઈએ, બલકે ડોક્ટરે બતાવેલી દવાનું સેવન કરવું જોઈએ.