149 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ

અમદાવાદ- આ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ 16 જુલાઈના રોજ દેખાશે. આ ચંદ્ર ગ્રહણ અનેક રીતે ખાસ હોવાની સાથે ભારતમાં પણ દેખાશે. આ ઉપરાંત આ ગ્રહણ અષાઢ મહિનાની પૂનમ એટલે કે, ગુરુ પૂર્ણિમાના દિવસે જોવા મળશે. જ્યોતિષનું માનીએ તો આવા સંયોગ 149 વર્ષ પછી બની રહ્યાં છે. આવો મહાસંયોગ 149 વર્ષ પહેલાં એટલે કે 2 જુલાઈ 1870માં જોવા મળ્યો હતો.

ચંદ્ર ગ્રહણનો સમય

ચંદ્ર ગ્રહણ 16 જુલાઈની મધ્યરાત્રિએ ખંડગ્રાસ રાતે 1:32 મિનિટે શરુ થઈને સવારે 4:31 મિનિટ સુધી રહેશે. સૂતક કાળની વાત કરીએ તો આ 9 કલાક સુધી રહેશે. જે 16 જુલાઈની સાંજે 4:31 મિનિટે શરુ થશે.

149 વર્ષ પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે જોવા મળ્યું હતું ચંદ્ર ગ્રહણ

12 જુલાઈ 1870ના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ,કેતુ અને ચંદ્રની સાથે ધન રાશિમાં સ્થિત હતો. સૂર્ય, રાહુની સાથે મિથુન રાશિમાં સ્થિત હતો.

આટલા દેશોમાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે સાથે સાથે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળશે.

ચંદ્ર ગ્રહણ પછી ચોક્કસ કરો આ કામ

ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરમાં શુદ્ધતા બનાવી રાખવા માટે ગંગાજળનો છંટકાવ જરૂર કરવો. ગ્રહણ પછી સ્નાન કરીને ભગવાનની મૂર્તિઓને પણ સ્નાન કરાવીને જ તેમની પૂજા કરવી. ગ્રહણ કાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નિકળવું. અને જો ફરજિયાત બહાર નિકળવાનું થાય તો, ગર્ભમાં રહેલા શિશુના રક્ષણ માટે ચંદન અને તુલસીના પાનનો લેપ ચોક્કસ લગાવીને નિકળવું.