નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં અત્યારસુધી 44,962 ઉમેદવારો ચૂંટણી લડ્યાં છે પરંતુ આ પૈકી માત્ર 22 લોકો જ સંસદ સુધી પહોંચવામાં સફળ થયા છે. આઝાદી બાદથી અત્યાર સુધી થયેલી ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી જીતનારા ઉમેદવારોની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે. 1957 બાદથી લોકસભા ચૂંટણીમાં માત્ર છ વાર જ અપક્ષ ઉમેદવારોની ગણતરી ડબલ નંબરમાં પહોંચી છે.
સૌથી વધારે 42 નિર્દલીય સાંસદ પ્રથમ લોકસભા ચૂંટણી માટે ચૂંટણીમાં ચૂંટાયાં હતાં. 533 સીટો પર લડવામાં આવેલી ચૂંટણીમાં નિર્દલીય સાંસદોની સંખ્યા કુલ સદસ્યોના 8.73 ટકા જેટલી હતી. 1952માં 20, 1967માં 35, 1971માં 14 અને 1989માં 12 જેટલી સંખ્યા હતી. આ સિવાય 10 જેટલી લોકસભા ચૂંટણીમાં અપક્ષ સાંસદોની ગણતરી ડબલ નંબરમાં પહોંચી છે.
વર્ષ 1991માં અપક્ષ સાંસદોની ગણતરી સિંગલ ડિજિટમાં પહોંચી પરંતુ તેમાં તેજીથી ઘટાડો જોવા મળ્યો. આ વર્ષે માત્ર એક જ સાંસદ નિર્દલીય જીતીને સંસદ સુધી પહોંચ્યા. વર્ષ 1991માં 5154 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ પ્રકારે આ અપક્ષ ઉમેદવારોનો સફળતાનો સૌથી ઓછો દર 0.02 હતો. અત્યાર સુધી થયેલી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશથી સૌથી વધારે 37 જેટલા નિર્દલીય સાંસદો ચૂંટણી જીતી ચૂક્યાં છે.
ઈલેક્શન કમિશનના આંકડાઓને જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં ચૂંટણી લડનારા નિર્દલીય ઉમેદવારોની સંખ્યામાં તો વધારો થયો છે પરંતુ ચૂંટણી જીતનારા ઉમેદવારોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ પ્રકારે નિર્દલીય ઉમેદવારોને મળનારા વોટ શેર પર્સેન્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 1998માં અપક્ષ ઉમેદવારોને સૌથી ઓછા 2.37 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. આ વર્ષે મેદાનમાં ઉતરેલા 1915 ઉમેદવારો પૈકી માત્ર 6 નિર્દલીય સાંસદ ચૂંટાયા હતા. 1957માં અપક્ષ ઉમેદવારોને સૌથી વધારે 19.32 ટકા મત પ્રાપ્ત થયા હતા. તે વર્ષે 481 પૈકી 42 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા.
ભલે ભારતીય લોકતંત્રમાં નિર્ધારિત યોગ્યતા અનુસાર લડનારા કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે પરંતુ અપક્ષ ઉમેદવારોની ઘટતી સંખ્યાને જોતા ચૂંટણી આયોગે આમના ચૂંટણી લડવા પર રોક લગાવવાની રેકમેન્ડેશન કર્યું હતું. ભારતીય વિધિઆયોગે પણ ચૂંટણી કાયદામાં સુધાર પર પોતાનો રિપોર્ટમાં અપક્ષ ઉમેદવારોને ચૂંટણી લડવા પર રોક લગાવવાની ભલામણ કરી છે. જો કે આના પર અત્યારે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.