વરિષ્ઠ નાગરિકો માટે રેલવેમાં લોઅર બર્થ કેવી રીતે મળે? જાણો…

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં ટિકિટ બુકિંગ કરાવતી વખતે આપણા પ્રયાસો એવા રહે છે કે સિનિયર સિટિઝનોને લોઅર બર્થ મળે, પણ કેટલીય વાર વરિષ્ઠ નાગરિકોને લોઅર બર્થ નથી મળી શકતી. હવે  ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ હાલમાં વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થ બુક કરવા માટે જોગવાઈનું સ્પષ્ટીકરણ કર્યું છે. એક ટ્વિટર યુઝરે હાલમાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને ટેગ કરતાં રેલ સેવાથી સવાલ કર્યો હતો. ટ્વીટર યુઝરે લખ્યું હતું કે મેં ત્રણ નાગરિકો માટે લોઅર બર્થ માટે ટિકિટ બુક કરી હતી, પણ 102 બર્થ ઉપલબ્ધ હતી, છતાં મિડલ, અપર અને સાઇડ બર્થ મને ફાળવવામાં આવી હતી.

તેના ટ્વીટનો જવાબ આપતાં IRCTCના એક અધિકારીએ લખ્યું હતું કે સર, લોઅર બર્થ – સિનિયર સિટિઝનનો ક્વોટાની બર્થ માત્ર 60 વર્ષ અને એનાથી વધુ વયના પુરુષો -45 વર્ષ અને એનાથી વધુ વયની મહિલાઓ માટે નિર્ધારિત લોઅર બર્થ ફાળવવામાં આવે છે, જ્યારે એક અથવા બે યાત્રીઓ સાથે યાત્રા કરે છે. નિયમો હેઠળ એક ટિકિટ પર યાત્રા કરે છે. જો બેથી વધુ વરિષ્ઠ નાગરિકો અથવા એક વરિષ્ઠ નાગરિક અને અન્ય યાત્રીઓ વરિષ્ઠ નાગરિક નથી તો એ નિયમ હેઠળ લોઅર બર્થ ફાળવવામાં નથી આવતી.

IRCTCના જવાબથી નારાજ યાત્રીએ ફરી પૂછ્યું હતું કે શું કામ સામાન્ય તર્ક નથી રખાતો કે ટિકિટ ઉપલબ્ધ હોય તો સિનિયર સિટિઝનને લોઅર બર્થને કેમ નથી ફાળવાતી. સીટ ઉપલબ્ધ હોવા છતાં ત્રણ સિનિયર સિટિઝનને સીટ (લોઅર બર્થ) ફાળવવામાં ન આવી.