રાયપુર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશઃ બંને પાઇલટોનાં મોત

રાયપુરઃ છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘાયલોને રામ કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે કહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પાઇલટ એપી શ્રીવાસ્તવ અને કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા હેલિકોપ્ટરમાં સવાર હતા. તેઓ પ્રેક્ટિસ દરમ્યાન પરત ફરી રહ્યા હતા, ત્યારે આગ લાગવાને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર રાજ્ય સરકારનું હતું. રાજ્ય સરકારનું હેલિકોપ્ટર રાત્રે 9.10 કલાકે આશરે રાયપુર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનાં મોત થયાં હતાં.

રામકૃષ્ણ હોસ્પિટલના અધિકારીએ બંને પાઇલટોનાં મોતની પુષ્ટિ કરી હતી. આ દુર્ઘટનામાં હેલોકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. હેલિકોપ્ટરનાં પાંખિયનો એક ભાગ દૂર થઈને પડ્યો હતો. જોકે આ અક્સ્તામતનું કોઈ કારણ હજી સુધી સામે નથી આવ્યું. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે પણ આ ઘટનાની ટ્વીટ કરીને માહિતી આપી હતી.

આ એરપોર્ટ  જે વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું., ત્યાં લાઇટ પણ નહોતી. આ દુર્ઘટના પછી તરત એમ્બ્યુલન્સ અને અર્ધસૈનિક દળોના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હેલોકોપ્ટરમાંથી બંને પાઇલટોને બહાર કાઢવામાં ભારે જહેમત કરવી પડી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટોનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરને કહ્યું હતું કે હાલ રાયપુરમાં રપોર્ટ પર સ્ટેટ હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત હોવાની દુખદ સૂચના મળી હતી. આ દુર્ઘટનામાં અમારા બંને પાઇલટ કેપ્ટન પંડા અને કેપ્ટન શ્રીવાસ્તવનું નિધન થયું છે. આ દુઃખના સમયે ઇશ્વરે તેમના પરિવારજનોને અને દિવંગત આત્મઓને શાંતિ આપે.